આ છે આપણી ટીવી જગતની પ્રસિદ્ધ માં-દીકરીની જોડીઓ, એક તો પોતાની સુંદરતાથી લગાવી દે છે આગ.

0
2378

જે રીતે બોલીવુડના એક જ પરિવારના અભિનેતા અને અભિનેત્રીઓ પોતાના અભિનય દ્વારા લોકોના દિલોમાં પોતાનું સ્થાન બનાવે છે. એ જ રીતે ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા એવા અભિનેતાઓ અને અભિનેત્રીઓ છે, જેમણે લોકોના દિલમાં પોતાની અલગ છાપ બનાવી છે. અને એમણે ન ફક્ત પોતાની છાપ છોડી છે, પણ પોતાના અભિનયથી લોકોના દિલમાં સ્થાન પણ બનાવ્યું છે. અને પોતાના અભિનયના બળ ઉપર જ આ બધા કલાકારો સૌની પસંદ બની ગયા છે.

આજે અમે તમને આ લેખના માધ્યમથી ટીવીના એવા થોડા કલાકારો વિષે જણાવવાં જઈ રહ્યા છીએ, જે એક જ પરિવાર માંથી છે. એટલું જ નહિ તે સગી માં દીકરીઓ છે, અને પોતાના ઉત્તમ અભિનયથી લોકોના દિલો પર રાજ કરી રહી છે.

અને આ અભિનેત્રીઓએ ટીવી ઇન્ડસ્ટ્રી સિવાય બોલીવુડના મોટા મોટા કલાકારો સાથે પણ કામ કર્યુ છે. એ કારણે બોલીવુડ કલાકાર પણ તેમને સારી રીતે ઓળખે છે. આવો આજે તમારો રીયલ લાઈફની માં-દીકરી અભિનેત્રીઓ સાથે પરિચય કરાવીએ. અને એમના નામ તો તમે જરૂર સાંભળ્યા હશે. અને સાંભળ્યા કેમ ન હોય? તે તમારા ઘરે ટીવી પર રોજ તમારું મનોરંજન કરવા જે આવે છે.

૧. સરિતા જોશી, કેતકી દવે અને પુરબી જોશી :

એ વાત તમને ખબર હશે કે સરિતા જોશી ટીવી જગતની એક ફેમસ હિરોઈન છે. તેમણે ‘બા બહુ ઓર બેબી’ સીરીયલમાં બાનું પાત્ર ભજવ્યું હતું. તેમણે બાનું પત્ર ખુબ સારી રીતે ભજવ્યું હતું. જણાવી દઈએ કે સરિતાની બે દીકરીઓ છે, અને તે પણ ટીવી સીરીયલ્સમાં કામ કરી ચુકી છે.

જી હાં, સરિતા જોશીની દીકરી કેતકી દવે ‘ક્યોંકી સાસ ભી કભી બહુથી’ અને ‘ભણે’ જેવી ટીવી સીરીયલ્સમાં કામ કરી ચુકી છે. તેમજ તે બોલીવુડની ફિલ્મ ‘આમદની અઠન્ની ખર્ચ રુપયા’, ‘મની હે તો હની’ અને ‘કલ હો ના હો’ જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. તે ઉપરાંત તેમણે ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. અને પુરબી જોશીએ પણ ઘણી ટીવી સીરીયલોમાં પણ કામ કર્યુ છે. તે ઉપરાંત તે સારી એંકર અને બોલીવુડ હિરોઈન પણ છે.

૨. કુલબીર બદર્સન અને અહસાસ ચન્ના :

જાણકારી માટે જણાવી દઈએ કે કુલબીર બદર્સને ટીવી સીરીયલમાં તો કામ કર્યુ જ છે, પણ તેની સાથે જ તેમણે બોલીવુડની ફિલ્મ ‘વીર ઝારા’ અને ‘દિલ પરદેશી હો ગયા’ માં પણ કામ કર્યુ છે. અને એમની દીકરી અહસાસ ચન્નાએ પણ બાળપણમાં જ ‘કભી અલવિદા ન કહેના’, ‘વાસ્તુ શાસ્ત્ર’ અને ‘માય ફ્રેન્ડ ગણેશ’ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમજ તેમણે ટીવી ઉપર આવેલા પ્રખ્યાત શો ‘દેવો કે દેવ – મહાદેવ’ અને ‘ફ્નાહ’ માં કામ કરીને ઘણી ખ્યાતી મેળવી છે.

૩. સુપ્રિયા શુક્લા અને ઝનક શુક્લા :

સુપ્રિયા શુક્લાને તમે સારી રીતે ઓળખતા હશો. એમણે ‘કુમ કુમ ભાગ્ય’ અને ‘કુંડલી ભાગ્ય’ જેવી જાણીતી ટીવી સીરીયલ્સમાં કામ કર્યુ છે. તે ઉપરાંત સુપ્રિયાએ બીજી પણ ઘણી સીરીયલ્સ અને ફિલ્મોમાં કામ કર્યુ છે. સુપ્રિયાની દીકરી ઝનકને રોબોટના પાત્રમાં લોકોએ ઘણી પસંદ કરી હતી. ઝનકએ શાહરૂખ ખાન સાથે ‘કલ હો ના હો’ ફિલ્મમાં પણ કામ કર્યુ છે.

૪. કિરણ ભાર્ગવ અને અંકિતા ભાર્ગવ :

મિત્રો તમે બધા ૯૦ના દશકની પ્રસિદ્ધ અભિનેત્રી કિરણ ભાર્ગવને તો ઓળખતા જ હશો. તેમણે ઘણી ટીવી સીરીયલોમાં કામ કર્યુ છે. જણાવી દઈએ કે તેમની દીકરી અંકિતા ભાર્ગવ ટીવીના પ્રસિદ્ધ અભિનેતા કરણ પટેલની પત્ની છે.

૫. અંકિતા કનવલ અને પૂજા કનવલ :

જાણકારી માટે જણાવી દઈએ કે સૌથી પોપ્યુલર ટીવી સીરીયલ ‘સસુરાલ ગેંદા ફૂલ’ માં અંકિતા કનવલ અને પૂજા કનવલે માં-દીકરીનું પાત્ર ભજવ્યું છે. અને તે ઓફ સ્ક્રીન એટલે કે અસલ જીવનમાં પણ માં-દીકરી છે.

૬. રીમા લાગુ અને મૃન્મયી લાગુ :

રીમા લાગુ ઘણી જ પ્રખ્યાત અભિનેત્રી હતી. એમણે બોલીવુડમાં ઘણી બધી ફિલ્મોમાં માં ના પાત્ર ભજવ્યા છે. પણ રીમા લાગુ આજે આપણી વચ્ચે નથી રહ્યા. પરંતુ તેમનું પાત્ર લોકો આજે પણ યાદ કરે છે. અને એમની ખોટ એમની દીકરી મૃન્મયી લાગુ પૂરી કરી રહી છે. મૃન્મયી એક ઘણી સારી હિરોઈનની જેમ ઉભરી લોકો સામે આવી છે.