Shocking : વ્યક્તિના પેટ માંથી નીકળ્યું 12 ઇંચ લાંબુ રીંગણ, કારણ જાણીને માથું દિવાલ સાથે પછાડશો

0
1408

ઈન્ટરનેટ આવ્યા પછી આપણને ઘણા બધા ફાયદા થયા છે. એમાંથી એક ફાયદો એ થયો છે કે, દેશ વિદેશમાં થતી કોઈ ઘટના વિષે મીનીટોમાં આપણને સમાચાર અને એની વિગતવાર જાણકારી મળી જાય છે. એ સમાચારો માંથી ઘણી વખત થોડા સમાચાર એટલા વિચિત્ર હોય છે, જે વાંચીને આપણે પણ આપણું માથું ખંજવાળવા લાગીએ છીએ. આજે અમે તમને એક એવા જ વિચિત્ર સમાચાર જણાવવાના છીએ જે જાણીને તમારું માથું ચકરાવે ચડી જશે.

અમે જે વિચિત્ર કિસ્સા વિષે તમને જણાવવાં જઈ રહ્યા છીએ તે ચીનનો છે. એક વ્યક્તિ પેટમાં દુ:ખાવાની ફરિયાદ લઈને ડોક્ટર પાસે જાય છે. અને જયારે ડોકટરે એ વ્યક્તિનો એક્સ રે લીધો, તો એમાં એમણે કાંઈક એવું જોયું કે તે પણ પોતાનું માથું ખંજવાળવા લાગ્યા.

મળેલી જાણકારી અનુસાર એ વ્યક્તિના પેટમાં ૧૨ ઇંચનું આખું રીંગણ ફસાયેલું હતું. હવે તમે પણ એ જ વિચારી રહ્યા હશો કે, આવું કેવી રીતે શક્ય છે? આખું રીંગણું આ વ્યક્તિના પેટમાં ગયું કેવી રીતે? અને જયારે તમે તેનું સાચું કારણ જાણશો તો સમજી નહિ શકો કે, હસવું જોઈએ કે આપણું માથું દીવાલ પર પછાડવું જોઈએ.

આવો વિસ્તારથી જાણીએ શું છે સંપૂર્ણ વિગત?

લોકો વચ્ચે એક કહેવત પ્રચલિત છે કે, ડોક્ટર ભગવાનનું રૂપ હોય છે. પરંતુ આ કહેવત માત્ર એવા ડોક્ટર્સ માટે છે જેમની પાસે માન્ય ડોક્ટરની ડીગ્રી હોય છે, અને એમને પુરતું જ્ઞાન હોય છે. અને દુ:ખની વાત તો એ છે કે આ દુનિયામાં જેટલા ડીગ્રી વાળા ડોક્ટર છે, એના કરતા વધુ વગર ડીગ્રી વાળા ડોક્ટર છે. અને આવા ડોક્ટર પોતાના ઘરેલું નુસખાથી લોકોને ઠીક કરવાનો દાવો કરે છે.

જેમને શરીરના અંગોના કાર્યો વિષે ખબર નથી હોતી તે પેટમાં દુ:ખાવો, તાવ અને શરદીના ઈલાજ તો જણાવે જ છે, પણ ઘણા તો કેન્સર જેવી બીમારીના ઘરેલું ઈલાજ પણ જણાવી દે છે. અને ઘણા ભોળા એવા દર્દી આવા કાગળના ડોક્ટર એટલે કે નકલી ડોક્ટરની વાતોમાં આવી જાય છે, અને તેમના જણાવેલા નુશખાને અજમાવીને મુશ્કેલીમાં મુકાઈ જાય છે. એવા જ થોડા ચીનમાં રહેવા વાળા આ વ્યક્તિ સાથે પણ થયું.

અને જેમના પેટ માંથી રીંગણ નીકળ્યું એ પણ આવ જ નકલી ડોક્ટરની વાતોમાં આવી ગયા હતા. જણાવી દઈએ કે ૫૦ વર્ષના આ વ્યક્તિને છેલ્લા ઘણા દિવસોથી કબજીયાતની તકલીફ હતી. તેવામાં તે ભૂલથી એક ઝોલા છાપ ડોક્ટર પાસે પહોંચી ગયા. હવે આ સાહેબે તેને સલાહ આપી દીધી કે, જો તે પોતાના રિક્ટમ એટલે કે ગુદાદ્વારના રસ્તેથી એક આખું રીંગણું અંદર નાખી દેશે તો તેની કબજિયાત ફટાફટ દુર થઇ જશે.

અને આ ભાઈએ પેલા ઝોલા છાપ ડોક્ટરની વાત માની લીધી, અને બજારેથી સૌથી લાંબુ રીંગણ ખરીદીને લઇ આવ્યો. બસ પછી શું થયું ભાઈએ તો રીંગણને પોતાના ગુદાદ્વારથી સીધું શરીરની અંદર નાખી દીધું. હવે તેણે એ કેવી રીતે કર્યુ એ તો એ જ જાણે. પણ તે જ્યારે પણ આ વાતને યાદ કરે છે, તો તે દુ:ખાવાને યાદ કરી તેની આંખોમાં આંસુ આવી જાય છે.

આટલું લાંબુ રીંગણ એ વ્યક્તિના શરીરની અંદર ગયું તો તેના આંતરડા વચ્ચે ફસાઈ ગયું. તેથી શરીરનું આઉટ ગોઇંગ અટકી ગયુ અને બધો મળ ઉલટીઓ દ્વારા બહાર આવવા લાગ્યો. બે ત્રણ દિવસ સતત દુ:ખાવો સહન કર્યા પછી તે જેમ તેમ ડોક્ટર પાસે ગયો. જ્યાં એક્સ રે માં આટલું લાંબુ રીંગણ જોઈ તે ડોક્ટર પણ માથું ખંજવાળવા લાગ્યા. આમ તો ઓપરેશન પછી તેમણે જેમ તેમ તેને બહાર કાઢ્યું. હવે દર્દીની હાલત સ્થિર બની ગઈ છે.

આ દુનિયામાં નંગની કોઈ કમી નથી. આથી જો બીજી વખત તમે પણ કોઈ ડોક્ટર પાસે ઈલાજ કરાવવા જાવ તો પહેલા તેની ડીગ્રી જરૂર જોઈ લો. અને વૈદ, હકીમ કે ઝોલા છાપ ડોક્ટરથી દુર રહો.