અંડરવર્લ્ડ સાથે જોડાઈ ચુક્યા છે આ અભિનેત્રીઓના નામ, 3 નંબર વાળી એ તો કરી લલીધા હતા ડોન સાથે લગ્ન

0
3240

બોલીવુડ અને અંડરવર્લ્ડનો સંબંધ ઘણા જુના સમયથી ચાલતો આવી રહ્યો છે. એક સમય પર જયારે અંડરવર્લ્ડનો ડર આખી દુનિયામાં હતો ત્યારે બોલીવુડ પણ એનાથી બાકાત નથી રહ્યું. તમે બોલીવુડના અભિનેતાઓના નામ અંડરવર્લ્ડ સાથે જોડાતા જોયા હશે. પરંતુ તમને જણાવી દઈએ કે ફક્ત અભિનેતા જ નહિ પણ ઘણી બોલીવુડની અભિનેત્રીઓના સંબંધ પણ અંડરવર્લ્ડ સાથે રહ્યા છે. એ અભિનેત્રીઓએ અંડરવર્લ્ડ સાથે સંબંધ હોવાને લીધે ઘણી મોટી ફિલ્મોમાં કામ પણ કર્યુ છે. અને બોલીવુડમાં પોતાની ઓળખ બનાવી છે. આ અભિનેત્રીઓ માંથી ઘણી એવી પણ હતી જેમનો સંબંધ અંડરવર્લ્ડ ડોન્સ સાથે રહ્યો હતો. તો આજે અમે તમને થોડી એવી જ અભિનેત્રીઓ વિષે જણાવીશું જેમનો સંબંધ અંડરવર્લ્ડ સાથે રહ્યો અને પાછળથી એમનું શું થયું.

બોલીવુડની આ હિરોઈનો અંડરવર્લ્ડના ડોન સાથે રહી ચુકી છે :

મમતા કુલકર્ણી :

બોલીવુડમાં ૯૦ ના દશકમાં ઘણી જ સુંદર હિરોઈને એન્ટ્રી લીધી હતી, જેનું નામ હતું મમતા કુલકર્ણી. તે સમયે તેની સુંદરતાની આગળ મોટા મોટા કલાકારો ફિદા થઇ જતા હતા. પરંતુ પછી તેનું નામ એક ગેંગસ્ટર સાથે જોડાયું અને પછી તેણે છૂપું જીવન પસાર કર્યુ. તમને જણાવી દઈએ કે તેનું નામ વિક્રમ ગોસ્વામી સાથે જોડાયું અને બન્ને દુબઈમાં રહેતા હતા, જ્યાં લગભગ ૧૦ વર્ષ રહ્યા પછી વર્ષ ૨૦૧૪ માં તેની કેન્યાની પોલીસે ધરપકડ કરી લીધી હતી. મમતાએ કરણ અર્જુન અને નસીબ જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યુ છે.

મોનિકા બેદી :

મોનિકા બેદી એટલે બોલીવુડની એ ફેમસ હિરોઈન જે આજકાલ નાના પડદા ઉપર ‘માં’ ના રોલમાં જોવા મળે છે. પણ એક સમય હતો જયારે તેણે અબુ સાલેમ સાથે જેલની હવા પણ ખાધી હતી. તેને પણ દુબઈથી પકડવામાં આવી હતી અને બે વર્ષની સજા પછી તેને છોડી દેવામાં આવી હતી. સમાચારો મુજબ ફિલ્મોમાં આવતા દરમિયાન ફિલ્મ મેકર્સને અબુ સાલેમના નામની ધમકી આપ્યા કરતી હતી. અબુ આજે પણ જેલમાં છે જો કે મોનિકાને છોડી દેવામાં આવી હતી.

મંદાકિની :

વર્ષ ૧૯૯૧ માં રીલીઝ થયેલી ફિલ્મ ‘રામ તેરી ગંગા મેલી’ માં જે ભોળી એવી ડુંગરાળ વિસ્તારની છોકરી હતી, તેનું સાચું નામ મંદાકિની છે. તેણે બોલીવુડમાં લોહા, ડાંસ ડાંસ, જાલ, કમાંડો અને તેજાબ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ બોલીવુડમાં વિશેષ ઓળખ બનાવ્યા પછી મંદાકિનીનું નામ ભારતના મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઈબ્રાહીમ સાથે જોડાઈ ગયું અને તેની સાથે રહેવાના ઘણા ફોટા સામે પણ આવ્યા. એવું પણ કહેવામાં આવતું હતું કે મંદાકિનીને દાઉદના કારણે જ બોલીવુડ ફિલ્મમાં કામ કરવાની તક મળી શકી હતી, અને પછી તેમણે લગ્ન પણ કરી લીધા હતા, પરંતુ હવે કોઈ કારણસર તે જુદા રહે છે. તેના છુટાછેડા થઇ ગયા હતા છતાપણ થોડો સમય જેલમાં પસાર કર્યા પછી મંદાકિનીએ કહ્યું કે તે આ બાબતે કાંઈ જાણતી જ નથી.

અનીતા અયુબ :

ડોન દાઉદ ઈબ્રાહીમના બોલીવુડ હિરોઈન અનીતા અયુબ સાથે પણ સંબંધ હતા. સમાચારો મુજબ દાઉદએ ફિલ્મ નિર્માતા જાવેદ સિદ્દીકીને એટલા માટે મારી નાખ્યો હતો, કેમ કે જાવેદએ અનીતા અયુબને ફિલ્મમાં કાસ્ટ કરવાની ના પાડી દીધી હતી.

અભિનેત્રી સોના :

દાઉદ ઈબ્રાહીમ પહેલા અંડરવર્લ્ડમાં હાજી મસ્તાનનું નામ ઘણું પ્રખ્યાત હતું. હાજી મસ્તાનનું અભિનેત્રી સોના સાથે ઘણા વર્ષો સુધી અફેયર અફેર રહ્યું અને તેની લવ સ્ટોરીને જ ‘વન્સ અપોન એ ટાઈમ ઇન મુંબઈ’ માં ફિલ્માવવામાં આવી હતી.