આ છોડનું એક પાંદડું દૂર કરી શકે છે વાંઝીયાપણું, મોંઘા ઈલાજ કર્યા વિના ઘરમાં ગુંજી ઉઠશે કિલકારી

0
21141

મિત્રો લગ્ન થયા પછી દરેક કપલની એક ઈચ્છા હોય છે કે તે સંતાનને જન્મ આપે. પણ દરેકના નસીબમાં આ સુખ નથી હોતું. કારણ કે એવા ઘણા કારણો છે જેથી એક દંપતી માતા પિતા બનવા માટે અસમર્થ હોય છે. પણ હવે આ સમસ્યાનું પણ નિવારણ આવી ગયું છે. એક છોડ એવો છે જે આ સમસ્યા નિવારવા માટે મદદગાર સાબિત થાય છે. આજે આપણે એવા વિષે વાત કરીશું. ‘સત્યાનાશી’ ના છોડ વિષે. આ એટલો ગુણકારી છોડ છે કે ગમે તેટલો જૂનો ઘા હોય કે ધાધર, ખસ, ખરજવું હોય તો એને ચપટીમાં મટાડે છે. સૌથી મોટી વાત તો એ છે કે તે વાંઝિયાપણું દૂર કરે છે.

તો ક્યાં મળે છે આ છોડ?

તમને જણાવી દઈએ કે આ છોડ ભારતમાં દરેક જગ્યાએ જોવા મળે છે. ખાસ કરીને સૂકા વિસ્તારમાં વધારે જોવા મળે છે. આ તમને ખેતર, ખળું, નદી, નાળા જેવી દરેક જગ્યાએ મળશે. આ બે પ્રકારના ફૂલોવાળા હોય છે. એક પીળા ફૂલ વાળી જાત અને બીજી સફેદ ફૂલ વાળી જાત. આ બંને પ્રકારના છોડ ઔષધી સમાન હોય છે. આના પાંદડા કાંટાળા હોય છે જેને તોડવામાં આવે તો એમાંથી સોનેરી રંગનું દૂધ નીકળે છે.

આવો જાણીએ સત્યાનાશીના ઔષધીય ગુણ અને તેનો ઉપયોગ.

આ છોડ ઔષધીય ગુણોથી ભરપુર છે, પણ આજે અમે તમને તેના મુખ્ય ઘરગથ્થુ ઉપચાર વિષે જણાવીશું.

નિસંતાનતા અને વાંઝિયાપણું : મિત્રો તમે જાણો જ છો કે આ એક એવી સમસ્યા છે જેના માણસને ભાંગી નાખે છે. માણસ પાસે દુનિયાની તમામ વસ્તુ હોવા છતાં પણ જયારે સંતાન નથી હોતું, ત્યારે તે વ્યક્તિ બહુ દૂ:ખી થઈ જાય છે. નિસંતાનતાનું મુખ્ય કારણ બીજમાં શુક્રાણુઓની ઉણપ હોય છે.

માટે જો કોઈ વ્યક્તિ આ સમસ્યાથી પરેશાન છે તો આ ઉપાય કરો. તમે સત્યાનાશીના છોડના મૂળની છાલને છાંયડામાં સૂકવીને તેનો પાવડર બનાવી લેવો. આને સવારે ખાલી પેટે એક થી બે ગ્રામ દૂધ સાથે લો. આના નિયમિત સેવનથી નિસંતાનતા અને ધાતુ રોગની સમસ્યા 14 દિવસમાં મૂળમાંથી દૂર થઈ જશે.

જો વધારે ઉંમરની વ્યક્તિને આ તકલીફ હોય તો આનું સેવન વધારે દિવસ પણ કરવું પડે. જો આપને તેના મૂળિયાને ધોઈને તેનો પાવડર બનાવી લઈએ અને આનો પ્રયોગ સવારે સાકર સાથે લઈએ તો પણ નિસંતાનતા દૂર થાય છે અને સંતાનની પ્રાપ્તિ થાય છે. એના માટે આ રામબાણ ઔષધિ છે.

નપુંસકતા હોય તો એના માટે સત્યાનાશીના મૂળિયાને વાટીને એક સત્યનાશીના મૂળનો પાવડર અને તેટલીજ માત્રામાં વડનું દૂધને મેળવી ચણાના આકારની ગોળીઓ બનાવી લો. આ ગોળીઓને સતત 14 દિવસ સુધી સવાર-સાંજ પાણીની સાથે આપવાથી નપુંસકતા રોગ દૂર થાય છે. આ પણ એક રામબાણ ઉપાય છે.

અસ્થમા : અસ્થમાની સમસ્યા માટે સત્યાનાશીના મૂળિયાનું ચૂરણ એક થી અડધો ગ્રામ ગરમ પાણી સાથે લેવાથી અસ્થમા મટી જાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.