વર્ષોથી પેટનો દુઃખાવો સહન કરી રહી હતી મહિલા, જયારે ઓપરેશન થયું તો ડોકટરો પણ રહી ગયા ચકિત

0
2797

એ વાતમાં કોઈ શંકા નથી કે આજકાલના વ્યસ્ત અને તણાવ ભરેલા જીવનધોરણ અને ખાવા પીવાની અનિયમિતતાને કારણે જાત-જાતની બીમારીઓએ લોકોને પોતાનું ઘર બનાવી દીધું છે. અને આવી ખાવા પીવા સાથે સંબંધ ધરાવતી એક બીમારી છે પથરી. એમાં વ્યક્તિના અંદરના અંગોમાં મિનરલ્સ અને મીઠું વગેરે ધીમે ધીમે જમા થવાથી એક નક્કર જમાવટ થઇ જાય છે. અને આ નક્કર જમાવટને જ પથરી કહે છે.

અને શરીરમાં બનતી આ પથરીની સાઈઝ રેતીના દાણાથી લઈને ગોલ્ફના દડા જેટલી મોટી હોઈ શકે છે. જેમને પથરી હોય છે એમને કીડનીની આસપાસ ઘણી વખત ખુબ જ ભયાનક દુ:ખાવો થાય છે. અને આ દુઃખાવો સહન કરવો ઘણો મુશ્કેલ હોય છે.

મિત્રો આજે અમે તમને એક કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ, જે જાણીને તમે પણ ચકિત થઈ જશો. ખાસ કરીને આ કિસ્સો મધ્યપ્રદેશના ઝાબુઆ જીલ્લા થાન્દ્લા તહસીલ ગામનો છે. અહી એક ૫૦ વર્ષની મહિલાના પેટમાં ઘણા સમયથી દુ:ખાવો થઇ રહ્યો હતો. પણ આ મહિલા એને સામાન્ય પેટનો દુ:ખાવો સમજીને ધ્યાન બહાર કરી રહી હતી.

તે દરમિયાન એક દિવસ તેના પેટમાં એટલો બધો ભયાનક દુ:ખાવો ઉપડ્યો, જે એના માટે સહન કરવો અશકય હતો. આથી તે મેઘનગરની જીવન જ્યોતિ હોસ્પિટલમાં ગઈ. ત્યાં ડોકટરોએ મહિલાની તપાસ કરી તો એમણે જાણ્યું કે, મહિલાના પિત્તાશય (ગાલ બ્લેન્ડર) માં એક બે નહિ પરંતુ પૂરી ૧૪૦ મલ્ટીપલ સ્ટોન એટલે કે પથરી છે. એ જોઇને હોસ્પિટલમાં રહેલા તમામ ડોક્ટર ચોંકી ગયા.

એ જ હોસ્પિટલમાં સર્જન તરીકે ફરજ બજાવતા ડૉ. મારકુસ ડામોરએ સૌથી પહેલા તો મહિલાને સોનોગ્રાફી ટેસ્ટ માટે મોકલી. અને જયારે સોનોગ્રાફીના રીપોર્ટમાં મહિલાના પેટમાં ૧૪૦ પથરી હોવાની વાત સામે આવી, ત્યારે ડોક્ટરે એ મહિલાનું ઓપરેશન કરીને અણી બધી પથરી બહાર કાઢી દીધી, અને હવે તો તે એકદમ સ્વસ્થ છે.

આ મહિલાનું ઓપરેશન કર્યા પછી ડોક્ટરોએ કહ્યું કે, તેમણે આજ સુધી ઘણા બધા પથરીના દર્દીઓના ઓપરેશન કર્યા છે. પણ અમારા જીવનમાં આવો કેસ પહેલી વખત સામે આવ્યો છે, જયારે અમે આવી મલ્ટીપલ પથરી જોઈ હોય. તે ડોકટરોની ટીમ એ મહિલાના પેટમાંથી કાઢેલી પથરીના ગુચ્છાને ઓલ ઇન્ડિયા પ્રેઝેન્ટેશન માટે મોકલવા માટેની  વ્યવસ્થામાં લાગી ગઈ છે.

ગાલ બ્લેન્ડરની પથરી :

મિત્રો જાણકારી માટે જણાવી દઈએ કે, ગાલ બ્લેન્ડર જેને આપણે પિત્તાશય કહીએ છીએ, તે આપણા લીવરની બરોબર સાથે હોય છે. તે નાશપાતીના આકારનું થેલીનુમા અંગ હોય છે, જે આપણા લીવરની બરોબર નીચે રહેલું હોય છે.

સામાન્ય રીતે એનું કામ શરીરમાં પિત્તને એકઠું કરીને અને તેને ઘાટું કરવાનું છે. અને પિત્ત એક પાચક રસ છે જે લીવર દ્વારા બનાવવામાં આવે છે. તે ચરબીયુક્ત પદાર્થના પાચનમાં મદદ કરે છે. તે પિત્ત આપણા શરીરને કોઈ પ્રકારનું નુકશાન ન પહોચાડે તેનું ધ્યાન રાખે છે.

પરંતુ અમુક કારણોથી પિત્તાશયમાં પથરીઓ બની જાય છે. અમે તે આગળ જતા સેંકડોની સંખ્યામાં થઇ શકે છે. તે નાના કે મોટી કોઈ પણ સાઈઝની હોઈ શકે છે. આપણા ડોકટરોનું માનવું છે કે, તે પથ્થર પિત્તની થેલીમાં વારવાર સોજો આવવાને કારણે બને છે. ગાલ બ્લેન્ડર માંથી પથરી કાઢવા માટે સામાન્ય રીતે તમે ઓપરેશન વિષે જ સાંભળ્યું હશે.

આ ઓપરેશન દરમિયાન દર્દીના શરીર માંથી તે ગાલ બ્લેન્ડર કાઢી નાખવામાં આવે છે. તે સમયે દર્દીને આરામ તો મળી જાય છે. પરંતુ તેનાથી ભવિષ્ય માટે પણ થોડી તકલીફો ઉભી થઇ જાય છે. તેનાથી પાચન શક્તિ નબળી થઇ જાય છે અને થોડા પણ ચરબી વાળા ખાદ્ય પદાર્થ તે ખાઈ નથી શકતા.