આમણે પોતાના વાળ પર લગાવ્યું ફક્ત વેસેલીન, એનું પરિણામ તમે પોતાની નજરે જોઈ રહ્યા છો

0
6393

દરેક છોકરીને સુંદર દેખાવાની ઈચ્છા હોય છે. અને સાથે ચહેરાની સુંદરતા સાથે દરેક છોકરીને પોતાના ભરાવદાર લાંબા વાળ હોય એવી પણ ઈચ્છા હોય છે. કારણ કે લાંબા ભરાવદાર વાળ લોકોની સુંદરતામાં ઘણો વધારો લાવે છે. એના માટે ઘણા લોકો માર્કેટમાં ઉપલબ્ધ ઘણા પ્રકારની પ્રોડક્ટ લઇ આવે છે અને એનો ઉપયોગ કરે છે. પણ તે ફાયદો કરવાનું તો દૂર, પણ તે વાળને વધારે નુકશાન પહોંચાડે છે.

એટલા માટે આજે અમે તમને એક એવો ઉપાય જાણવાના છે. જેને અપનાવીને થોડાક જ દિવસોમાં તમારા વાળ એટલા લાંબા થઇ જશે કે જેને થોડા સમય પછી કાપવાની જરૂરત પડી શકે છે.

આજે અમે વાત કરીશું વેસેલીનની. સામાન્ય રીતે વેસેલીનનો ઉપયોગ ડ્રાય સ્કિનને સોફ્ટ બનાવવા થાય છે, પણ જણાવી દઈએ કે એના સિવાય પણ તેના બીજા ઘણા ફાયદા હોય છે. જેના વિષે બધાને ખબર નથી હોતી. તો જણાવી દઈએ કે એનાથી તમે લાંબા, ભરાવદાર વાળ પણ સરળતાથી મેળવી શકો છો. આ ઉપાય માટે તમને વેસેલીન, એલોવેરા જેલ અને વિટામિન ઈ કૈપ્સુલની જરૂર પડશે.

સૌથી પહેલા તમે એક વાટકામાં એક ચમચી વેસેલીન લો. હવે તેને ડબલ બોયલર પ્રોસેસથી ઓગાળી લો. ડબલ બોયલર પ્રોસેસ માટે એક વાસણમાં પાણી ગરમ કરવા મુકો. પછી એનાથી નાના એક બીજા વાસણમાં વેસેલીન લઇ એને પેલા મોટા પાણી વાળા વાસણમાં મુકો. આ રીતે તમારે વેસેલીનને સીધી ગરમી આપીને ગરમ નથી કરવાની. નહિ તો તે તમને નુકશાન પહોંચાડશે.

હવે જયારે વેસેલીન ઓગળી જાય, તો એમાં એક ચમચી એલોવેરા જેલ અને 1 વિટામિન ઈ ની કૈપ્સુલનું ઓઈલ નાખીને સારી રીતે મિક્ષ કરી દો. હવે તમારે એની મસાજ માથામાં કરવાની છે. એ પહેલા તમે જોઈ લો કે તમારા સ્કેલ્પ સાફ જ છે ને. ત્યારબાદ આને પોતાના સ્કેલ્પ પર સારી રીતે લગાવીને ઓછામાં ઓછુ 4-5 મિનિટ મસાજ કરો.

હવે આ મિશ્રણને આખી રાત લગાવીને રાખ્યા પછી બીજા દિવસે સારી રીતે શૈમ્પૂથી વાળ ધોઈ લો. થોડાક જ દિવસોમાં તમને અંતર દેખાવા લાગશે. વાળને ભરાવદાર કરવા સિવાય પણ વેસેલીનના ઘણા ફાયદા છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ત્વચાની દેખભાળ કરે છે. આ તમારી ત્વચાને સૂકાપણાથી બચાવે છે અને નરમ, મુલાયમ બનાવી રાખે છે.

એ તો તમે જાણો છો કે હોઠ પર વેસેલીનનો ઉપયોગ ફાટેલા હોઠથી છુટકારો મેળવવા માટે થાય છે. અને સાથે જ આને સ્ટ્રોબેરી કે કોઈ અન્ય ફળના પલ્પ(ગર, ફળનો માવો) ની સાથે મિક્ષ કરીને તમે ઘરે જ નેચરલ લિપ બમ તૈયાર કરી શકો છો. જે હોઠને કોમળ અને ગુલાબી બનાવી રાખવામાં મદદ કરે છે. સૂકાયેલ કોણીની તિરાડોને સારી કરવા માટે પણ વેસેલીન તમારી મદદ કરે છે, અને તેના સુકાપણા દૂર કરે છે.

બીજી એક ટીપ એ છે કે, જો તમે ક્યાંય બહાર જઈ રહ્યા છો તો કોણી, ઘુંટણ અને પગના પંજાની પાછળ વાળા ભાગમાં વેસેલીન લગાવો. આનાથી કાળા છીદ્ર છુપાઈ જશે અને ચમક પણ વધી જશે. જો તમે તમારી પાંપણને લાંબી અને સુંદર દેખાડવા માંગો છો? તો ફક્ત થોડુંક વેસેલીન તમારૂ આ સ્વપ્ન પૂરું કરી દેશે. અને લગાવ્યા પછી તમારી પાંપણ ચમકદાર અને સુંદર દેખાશે.