‘વીરે દી વેડિંગ’ની જે હિરોઈનને સમજી રહ્યા હતા નાની મોટી હીરોઈન, એ તો નીકળી પ્રખ્યાત…

0
1311

બોલીવુડ ફિલ્મ વીરે દી વેડિંગ તો તમે જોઈ હશે. આ ફિલ્મની વાર્તા 4 છોકરીઓનીઓ દોસ્તી પર આધારિત છે, જે એક બીજા માટે કંઈ પણ કરવા તૈયારરહે છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો એવો બિઝનેસ પણ કર્યો છે. આ ફિલ્મમાં કરીના કપૂર, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાનીયા મુખ્ય ભૂમિકામાં હતા. આમાંથી ત્રણ નામથી તમે પરિચિત હશો પણ ચોથું નામ તમારા માટે નવું હોઈ શકે છે. અને આ ચોથું નામ શિખા જેને તમે નાની મોટી એક્ટ્રેસ સમજો છો એ પ્રખ્યાત કોમેડિયન અભિનેતા ટીકુ તલસાનીયાની દીકરી છે.

બોલીવુડ ઇન્ડસ્ટ્રી ઘણી મોટી છે અને વર્ષોથી ઘણા બધા લોકો એમાં કામ કરી રહ્યા છે. એમાંથી જ બોલીવુડમાં 80 અને 90 ના દશકમાં એવા ઘણા પ્રખ્યાત કલાકારો રહ્યા છે, જેમણે પોતાની એક્ટિંગના કારણે લોકોના દિલ પર રાજ કર્યુ છે, અને આજે પણ કરે છે. તે પ્રખ્યાત સ્ટાર્સ માંથી એક છે ટીકુ તલસાનીયા. જે ઘણી ફિલ્મોમાં કોમેડીયનનો રોલ નિભાવી ચુક્યા છે, અને સપોર્ટીંગ એક્ટરનાં રૂપમાં પણ એમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. આજે ભલે તમે તેમના નામથી જાણતા નહિ હોય પરંતુ જો તમે તેમના ફોટોઝ જુસો તો એક જ નજરમાં ઓળખી જશો.

કોમેડિયન ટીકુ તલસાનિયાએ પોતાના ફિલ્મી કરિયરમાં લગભગ 200 ફિલ્મોથી વધારે ફિલ્મોમાં કામ કર્યુ છે, અને આજે પણ તેમની આ જ સ્થિતિ છે કે જો ચાન્સ મળે તો તે અભિનય કરવાથી પાછળ નથી હટતા. એક ઇન્ટરવ્યૂ દરમિયાન ટીકુએ જણાવ્યું, કે હજુ તે આ ઇન્ડસ્ટ્રીને ઘણું બધું આપવા માંગે છે. અને તે દરેક સમયે સતત બદલાતા ફિલ્મી ઉદ્યોગમાં તાલમેલ બેસાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

શિખાના અંગત અને પ્રોફેશનલ જીવન વિષે હવે દરેક જાણવા માંગે છે. તમને જણાવી દઈએ કે શિખા પોતાના માં બાપની એમમાત્ર દીકરી છે, અને પોતાના પિતા ટીકુ તલસાનીયાના દિલની ઘણી નજીક છે. શિખા પોતાના પિતાની જેમ ઘણી કુશળ કલાકાર છે, બાદ હવે પડદા પર કાલાબાજી દેખાવાની બાકી છે. શિખાએ વીરે દી વેડિંગ પહેલા પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે.

એમાં મિડનાઇટ ચિલ્ડ્રન, માય ફ્રેન્ડ પિંટો, વેક એ સિડ અને દિલ યો બચ્ચા હે જી જેવી ઘણી ફિલ્મો શામેલ છે. એના સિવાય શિખા પ્લીઝ, પ્રોજેક્ટ 11, અને મેન્સ વર્લ્ડ જેવા શો માં દેખાઈ ચુકી છે. એમની વેબ સિરીઝ ખાને મેં ક્યાં હે લોકોને ઘણી પસંદ આવી હતી.

મિત્રો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ટીકુ જે 61 વર્ષના અભિનેતા છે જે ‘ઇશ્ક’, ‘કુલી નંબર વન’,’અંદાજ અપના અપના’, ‘દિલ હૈ કી માનતા નહિ’, ‘હમ હૈ રહી પ્યાર કે’, ‘દેવદાસ’, ‘સ્પેશલ 26’ અને ટેલિવિઝન કાર્યક્રમ ‘યે જો હૈ જિંદગી’ અને ‘સજન રે ઝૂઠ મત બોલો’ જેવી ફિલ્મોમાં પોતાની ભૂમિકા માટે હમેશા યાદ કરવામાં કરવામાં આવે છે. ગુજરાતી ફિલ્મોમાં પણ તે કામ કરે છે.

જેમાંથી કેટલાક પ્રમુખ છે. ઇશ્ક, પ્યાર કિયા તો ડરના ક્યા, રાજા, હીરો નંબર વન, અંદાજ અપના અપના, રાજા હિન્દુસ્તાની, દેવદાસ, હંગામા, કુલી નંબર વન અને પ્યાર તો હોના હી થા જેવી કોમેડી ફિલ્મો જે બ્લોકબસ્ટર રહી હતી. પરંતુ ટીકુનું એવું માનવું છે કે આજના સમયમાં સારી ભૂમિકા ખુબ મુશ્કિલથી મળે છે.

ટીકુ પોતાની વાત કહેતા આગળ જણાવે છે કે ‘હું ફિલ્મો કરતો રહ્યો છું, પરંતુ ખુબ વધારે નહિ. જો મને કંઈક સારું નહિ મળી શકતું તો હું શું કરી શકું. આજના સમયમાં વાર્તા બદલાઈ ગઈ છે, કામ કરવાની રીત બદલાઈ ગઈ છે.’ ટીકુ તલસાનિયાએ આગળ એ પણ જણાવ્યું કે ‘ હવે તો બધું હીરો જ કરી નાખે છે, તે કોમેડી કરે છે, મારપીટ પણ જેના કારણે આજના ફિલ્મોમાં હાસ્ય અભિનેતો માટે કોઈ જગ્યા બચી નથી. પણ મારા જેવા લોકો હજુ પણ ઉપયોગી સાબિત થવાનો રસ્તો શોધવામાં પાછળ રહેતા નથી. તમને જણાવી દઈએ આટલી ઉંમરમાં પણ ટીકુને યોગ્ય ભૂમિકા મળવાની રાહ જોવી ખરાબ લાગતી નથી, અને આ સમયમાં તે પોતાની થિયેટરથી જોડાયેલી પ્રતિબદ્ધતા પુરી કરવામાં લાગ્યા છે.