વાયરલ જોક્સ : પતિએ પોતાની પત્નીને પોતાના વશમાં કરવા માટે એક તાવીજ લીધું, એક મહિના પછી…..

0
3732

આ દુનિયામાં કોઈ વ્યક્તિને આનંદ આપવો એ સૌથી પુણ્યનું કામ ગણવામાં આવે છે. આથી જો તમારા કારણે કોઈના ચહેરા ઉપર હાસ્ય આવે છે, તો એવું સમજી લો કે તમે બધુ જ મેળવી લીધું છે. પણ આજકાલના તણાવ ભરેલા જીવનધોરણમાં કોઈને હસાવવા એ ઘણું જ મુશ્કેલ કામ બની જાય છે. તેમજ આજકાલ કામ અને પરિવાર વચ્ચેની ભાગદોડમાં વ્યક્તિ પોતે જાણે હસવાનું જ ભૂલી ગયો છે. તે પોતાના માટે થોડો સમય કાઢી શકતો નથી.

આવા વ્યસ્ત લોકોએ આખા દિવસ માંથી થોડો એવો સમય કાઢીને પોતાને એ સમય આપવો જોઈએ, અને કાંઈક એવુ વાચવું જોઈએ જેથી મુડ એકદમ ફ્રેશ થઇ જાય અને કામમાં મન લાગે. એટલા માટે આજે આ પોસ્ટમાં અમે તમારા માટે થોડા કોમેડી જોક્સ લઈને આવ્યા છીએ, જે આજકાલ સોશિયલ મીડિયા ઉપર ઘણા વાયરલ થઈ રહ્યા છે. આ જોક્સ વાંચીને ખરેખર તમારૂ મુડ ફ્રેશ થઇ જશે. તો આવો શરુ કરીએ હસવા હસાવવાનો સિલસિલો.

૧) પતિએ પોતાની પત્નીને વશમાં કરવા માટે એક તાવીજ લીધું.

એક મહિના પછી,

પતી : બાબા પત્ની ઉપર તો કોઈ અસર ન થઇ, પણ પડોશણ વશમાં આવી ગઈ.

બાબા : ચાલો અસર ન થઇ, પણ આડ અસર તો થઇ. વસ્તુ બીજા ઘણાને કામ આવી શકે છે.

૨) બે ડફોળિયાં પરીક્ષા ખંડ માંથી બહાર આવીને :

પહેલો : તને ખબર છે લ્યા, આજનું પેપર કયું હતું?

બીજો : ગણિતનું હતું લ્યા..

પહેલો : એનો અર્થ તારું પેપર સારું ગયું?

બીજો : અરે ના લ્યા, બાજુ વાળી છોકરી પાસે

CALCULATOR જોયું હતું.

૩) ટીચર (ગોલુંને) : 5 માંથી 5 ઘટાડવાથી કેટલા વધશે?

ગોલુ : ખબર નથી મેડમ

ટીચર : ગોલુ તારી પાસે 5 ભટુરા છે અને હું 5 ભટુરા તારી પાસેથી લઇ લઉં,

તો તારી પાસે શું વધશે?

ગોલુ : મેડમ છોલે.

૪) ભીડે (ટપુને): કાલે તે રજા કેમ પાડી?

ટપુ : એ હું નહિ કહું.

ભીડેએ એને થપાટ મારીને : જલ્દી બોલ.

ટપુ : Valentine Day ઉપર ગર્લફ્રેન્ડ સાથે હતો.

ભીડે : આટલો નાનો હોવા છતાં પણ ગર્લફ્રેન્ડ સાથે ફરે છે, કોણ હતી તે છોકરી?

ટપુ : તમારી દીકરી.

ભીડે બેભાન…

૫) પપ્પુને બીડીની ટેવ પડી ગઈ.

તેના પિતાએ ટેવ છોડાવવા માટે બાબા રામદેવના યોગા ક્લાસમાં મોકલ્યો.

પપ્પુ હવે પગથી પણ બીડી પી લે છે.

૬) પ્રવાસી ટ્રેન માંથી ઉતર્યો, તેણે સંતાને પૂછ્યું : આ કયું સ્ટેશન છે?

સંતા હસ્યો, વધુ જોરથી હસ્યો, જોર જોરથી હસતા-હસતા લોથ પોથ થઇ ગયો.

અને ખુબ મુશ્કેલીથી પોતાને સંભાળતા બોલ્યો : ગાંડા, આ રેલ્વે સ્ટેશન છે.

૭) ચમ્પુએ ગાર્ડનમાં પોતાની ગર્લફ્રેન્ડને કહ્યું : જો, પેલી છોકરી મને જોઇને હસી રહી છે.

ગર્લફ્રેન્ડ બોલી : અરે, તે તો માત્ર થોડું હસી રહી છે.

મેં તો તને જયારે પહેલી વાર જોયો હતો, ત્યારે ૩ દિવસ સુધી હસવાનું નહોતું અટક્યું…

૮) એક પત્નીએ એના પતિને પીકનીક પર લઈ જવા કહ્યું.

પતિ એની પત્નીને શમશાન ઘાટ ઉપર લઇ આવ્યો.

પત્ની : આ ક્યાં લઈને આવી ગયા?

પતી : અરે ગાંડી, લોકો મરે છે અહિયાં આવવા માટે.

૯) પ્રેમી : રાહ જોવાની ઘડીઓ ઘણી લાંબી હોય છે.

પ્રેમિકા : તો કોઈ સારી કંપનીની ઘડિયાળ ખરીદી લે કંજૂસ.

૧૦) હરભજન : નિર્મળ બાબા મારો દડો ટર્ન નથી થતો, શું કરું?

નીર્મળ બાબા : એક વખત દડા ઉપર ‘કેજરીવાલ’ લખીને જો,

એટલી વખત ટર્ન થશે કે બેટ્સમેન ચક્કર ખાઈને નીચે પડશે.

11) બાબુરાવ હોસ્પિટલ ગયા ઈલાજ કરાવવા.

નર્સ : લાંબો શ્વાસ લો…

બાબુરાવે લાંબો શ્વાસ લીધો.

નર્સ : કેવો અનુભવ થઇ રહ્યો છે?

બાબુરાવ : કયું પરફ્યુમ લગાવીને આવી છે, મજા આવી ગઈ.

12) આજકાલના બાળકો પણ ઘણા નંગ હોય છે. વાંચો, કેવી રીતે?

મેડમ : એક વખતની વાત હતી અકબર બાદશાહ પોતાની પથારી ઉપર સુતા હતા ત્યારે….

(એક છોકરો વચ્ચે બોલ્યો)

બાળક : મિસ, આ રાહુલ મારા લંચ બોક્સને ખોલી રહ્યો છે.

મેડમ : રાહુલ, સીધો બેસી રહે નહિ તો હું થપાટ મારી દઈશ.

મેડમ : સારું બાળકો હું ક્યાં હતી?

બાળક : અકબરની પથારીમાં…

સન્નાટો છવાઈ ગયો….

૧૩) આજકાલની એડ કંઈક એવી આવે છે કે,

અમારા ટુથપેસ્ટમાં છે, લવિંગ, તુલસી, જેઠીમધ, લીમડો, ચંદન…..

ખબર નથી પડતી કે આપણે બ્રશ કરવાનું છે કે,

મોઢામાં હવન કરવાનું છે.