મિત્રો તમે પણ નોંધ્યું હશે કે, આજકાલના આ તણાવથી ભરપુર જીવનમાં માણસ જાણે કે હસવાનું જ ભૂલી ગયા છે. લોકો પોતાના કામમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે, પોતાના માટે સમય જ નથી કાઢી શકતા. પરંતુ પોતાની ઉપર આટલો બધો જુલમ કરવો ખોટું ગણાય. મિત્રો જો તમે તમારી જાત સાથે જ આમ કરશો, તો તે દિવસ દુર નથી જયારે જાત જાતની બીમારીઓ તમને ઝપટમાં લઇ લેશે. એટલે સ્વસ્થ રહેવા માટેનો પહેલો મંત્ર છે કે, પોતાના માટે થોડો સમય કાઢો અને મનને ખુશ રાખો. જો તમારું મન ખુશ રહેશે તો જ તમે સ્વસ્થ રહેશો.
ઘણાને પ્રશ્ન થતો હશે કે મનને ખુશ રાખવા માટે શું કરવું? એવું તે શું કરવામાં આવે કે જેથી આખા દિવસનો થાક દુર થઇ જાય, તેમજ ચહેરા ઉપર ખુશી આવી જાય. મિત્રો, જો તમે દિવસ આખાના વ્યસ્ત શેડ્યુલ માંથી ૧૫ મિનીટ કાઢીને ઈન્ટરનેટ ઉપર વાયરલ જોક્સ વાંચી લેશો તો તમારો દિવસ આખાનો થાક પણ દુર થઇ જશે અને મન પણ ખુશ રહેશે. એટલા માટે આજે એવા જ થોડા મજાના જોક્સ લઈને આવ્યા છીએ, જે સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ છે. તો આવો શરુ કરીએ હસવા હસાવવાની કડી.
જોક્સ : 1
પપ્પુ (મંદિરમાં ભગવાનને): પ્રભુ છોકરીઓ હંમશા સારી જ હોય છે. પણ આ પત્નીઓ આટલી ખતરનાક કેમ હોય છે?
ભગવાન : કારણ કે છોકરીઓ હું બનાવું છું, અને પત્ની તમે બનાવો છો.
સમસ્યા તમે જાતે નોતરી છે, તો પછી તમે જ ઝેલો.
જોક્સ : 2
ટીચર : હોમવર્ક કેમ નથી કર્યુ?
સંતા : સર, ઘરે પાવર નોતો.
ટીચર : તો મીણબત્તી સળગાવી હતી ને.
સંતા : પણ સર, માચિસ પણ નોતી.
ટીચર : માચિસ કેમ નોતી?
સંતા : પૂજા ઘરમાં રાખેલી હતી.
ટીચર : તો ત્યાંથી લઈ લેવી હતી.
સંતા : ન્હાયો નોતો.
ટીચર : કેમ?
સંતા : પાણી નોતું.
ટીચર : પાણી કેમ ન હતું?
સંતા : સર, મોટર બંધ હતી.
ટીચર : તો ટોપા મોટર ચાલુ કરાય ને.
સંતા : સર, એકવાર તો કીધું લાઈટ નોતી.
ત્યાં ટીચર બેભાન…
જોક્સ : 3
એક મહિલાની બહેનપણી તેને કહે છે,
અરે જો ને, પેલી છોકરી ક્યારની તારા પતિને જોઈ રહી છે.
મહિલા બોલી, મને ખબર છે.
બહેનપણી બોલી, તો તુ કેમ કંઈ કરતી નથી?
પણ હું એ જોઈ રહી છું કે મારો પતિ કેટલા સમય સુધી એનું પેટ અંદર ખેંચીને રાખી શકે છે.
જોક્સ :4
આજનું જ્ઞાન :
દારૂ અને સિગરેટ પીવા વાળા માણસો ક્યારેય મતલબી નથી હોતા.
કેમ? કારણ કે, જે પોતાના શરીર સાથે મતલબી નથી,
તે ભલો બીજા કોઈ માટે કઈ રીતે ખરાબ વિચારી શકે છે.
જોક્સ : 5
આજે એક જુનો ભાઈબંધ મળ્યો.
થોડીં વાતચીત પછી એને કહ્યું, યાર મારાથી છોકરી તો પટી નહીં,
હવે વિચારી રહ્યો છું ભજન ગાતા શીખી લઉં.
મેં પૂછ્યું કેમ સન્યાસ લેવો છે?
એ બોલ્યા ના યાર, ભક્તિના બહાને મહોલ્લાની મહિલાઓ આસ-પાસ તો રહેશે. તો જરા સારું લાગશે.
જોક્સ : 6
સંતા મોબાઈલ કંપનીમાં નોકરી મેળવવા ગયો,
તો પહેલા જ સવાલનો જવાબ સાંભળીને એને ભગાડી દેવામાં આવ્યો.
સવાલ : સૌથી મોટું નેટવર્ક કયું છે?
સંતા : કાર્ટૂન નેટવર્ક.
જોક્સ : 7
એક વાર એક પતિએ ભગવાનને પૂછ્યું કહ્યું,
પ્રભુ મારી પત્ની એ ગુલાબને પ્રેમ કરે છે જે રોજ મરી જાય છે.
પણ તે મને પ્રેમ નથી કરતી જેના માટે હું રોજ મરું છું.
ઘણી વાર વિચાર્યા પછી ભગવાને કહ્યું,
મસ્ત છે, વોટ્સએપ પર શેયર કરી દે.
જોક્સ : 8
રાજુની પત્નીએ એને પીકનીક પર લઇ જવા કહ્યું.
તો રાજુ પત્નીને પીકનીક પર શમશાન ઘાટ પર લઈ ગયો.
પત્ની : આ ક્યાં લઈ આવ્યા મને?
રાજુ : અરે ગાંડી, લોકો અહીં આવવા માટે તો મરે છે.
જોક્સ : 9
એક માણસ દુઆ કરી રહ્યો હતો,
યા અલ્લાહ મારા ધંધામાં બરકત આપ.
પાછળથી આવાજ આવ્યો,
કોઈ આમીન બોલતા નહીં, બધા ખલાસ થઈ જશો.
મારો બેટો કફન વેચે છે.
જોક્સ : 10
સંતા : મારા દોસ્ત, તું જુગાર રમવાનું છોડી દે.
બંતા : કેમ, તારા બાપનું શું જાય છે?
સંતા : ભાઈ આ ગંદી આદત છે.
આનાથી તું આજે જીતશે કાલે હારી જશે,
પછી આગળના દિવસે જીતશે અને પાછો હારી જશે.
બંતા : હું સમજી ગયો ભાઈ,
હવેથી હું એક દિવસ છોડીને રમીશ.
જોક્સ : 11
પત્નીએ સવારે ઉઠતા જ પોતાના પતિને પંખા સાથે દોરડું બાંધતા જોયા.
પત્ની (ગભરાઈને) : અરે આ તમે શું કરી રહ્યા છો?
પતિ (દુઃખી સ્વરમાં) : તારી રોજ રોજ નવા કપડાં લેવાની જીદથી હું કંટાળી ગયો છું, એટલે આત્મહત્યા કરવા જઈ રહ્યો છું.
પત્ની જોર-જોરથી રડવા લાગી અને બોલી,
એક સફેદ સાડી તો અપાવતા જાવ, નહીં તો તેરમાં પર શું પહેરીશ?
પતિ બેભાન થઇ ગયો.
મિત્રો, આશા છે કરીએ છીએ કે આ મજેદાર જોક્સ તમને ગમ્યા હશે. તો આને લાઈક અને શેયર કરવાનું ન ભૂલતા. અને કયા નંબરનો જોક્સ વધુ ગમ્યો તે કોમેન્ટમાં લખશો જેથી તમારા સ્નેહીજનો તે ખાસ વાંચે.