ખુબ જ ખતરનાક છે શરીરમાં વિટામિન બી12 ની ઉણપ, જાણો એના કારણ, લક્ષણ અને બચવાની રીત

0
6882

આપણા શરીરને અલગ અલગ પ્રકારના વિટામિનની જરૂર પડે છે. અને એમાંથી એક છે વિટામીન બી 12(Vitamin B 12). જણાવી દઈએ કે, આપણા શરીરમાં ઓક્સિજન પહોંચાડવા વાળા રક્ત કણો માટે ઘણું મહત્વપૂર્ણ પોષક તત્વ હોય છે વિટામિન બી 12. તેમજ આ વિટામિન શરીરની માંસ-પેશીઓના સ્વાસ્થ્ય, અને એમના યોગ્ય રીતે કામ કરતા રહેવા માટે જરૂરી હોય છે. તે આપણા શરીરમાં રહેલી પેશીઓને કવર કરવા વાળા, અને એના આવેગને આગળ વધારવા વાળા સુરક્ષાત્મક માઈલિનનું આવરણ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.

તમે જાણો છો કે આજકાલની લોકોની લાઈફસ્ટાઈલ ઘણી બદલાય ગઈ છે. અને એના કારણે શરીરમાં વિટામિન બી 12 ની અછતનો ભય વધી રહ્યો છે. જણાવી દઈએ કે શરીરમાં વિટામિન બી 12 ની અછત તમારા માટે ઘણી જ ખતરનાક સાબિત થઈ શકે છે. શરીરમાં વિટામિન બિ 12 ની અછતથી નબળાઈ, થાક, કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે. આવો જાણીએ વિટામિન બી 12 ની અછતના કારણ, લક્ષણ અને એનાથી બચવાના ઉપાય.

કેમ થાય છે શરીરમાં વિટામિન બી 12 ની અછત :

વિટામિન બી 12 ની ઉણપ પર એક સ્ટડી કરવામાં આવી હતી. એના અનુસાર માંસાહારી લોકોની સરખામણીએ શાકાહારી લોકોમાં વિટામિન બી 12 ની અછતની શકયતા વધારે હોય છે. કારણ કે મોટાભાગના પ્રાણીઓમાં વિટામિન બી 12 મળી આવે છે.

જે લોકો નિયમિત દારૂનું સેવન કરે છે, એમનામાં પણ વિટામિન બી 12 ની અછત જોવા મળે છે. જણાવી દઈએ કે વિટામિન બી 12 આપણા શરીરના લીવરમાં જમા થાય છે, અને દારૂ આપણા લીવરને ખરાબ કરે છે. એટલે શરીરમાં વિટામિન બી 12 ની ઉણપ થાય છે.

ઉપરાંત જે લોકોને એસીડીટીની તકલીફ હોય છે, તે લોકોએ એની નિયમિત દવા લેવી પડે છે. એ કારણે એમના શરીરમાં પણ વિટામિન બી 12 ની અછત થઈ શકે છે.

વિટામિન બી 12 ની અછતના લક્ષણ :

જાણકારી માટે જણાવી દઈએ કે, જો લાંબા સમય સુધી વિટામિન બી 12 ની અછતની જાણ ન થાય તો તે ઘણું જ નુકશાન કરી શકે છે. વિટામિન બી 12 અછતથી શરીરમાં નબળાઈ, થાક લાગવો, કબજિયાત રહેવી જેવી મુશ્કેલીઓ ઉત્પન્ન થાય છે.

તમારા હાથ અને પગ ઝઝણવાનું કારણ પણ વિટામિન બી 12 ની અછત જ છે. અને વિટામિન બી 12 ની અછતને કારણે યાદશક્તિ પર ખરાબ અસર પડી શકે છે. વિટામિન બી 12 ની અછતને કારણે પેટ અને મૂત્રાશયને પણ નુકશાન પહોંચી શકે છે.

વિટામિન બી 12 ની અછતથી કઈ રીતે બચવું :

બીજા વિટામિનની જેમ શરીરમાં વિટામિન બી 12 ની અછત હોય તો એની પૂર્તિ કરવી જરૂરી છે. એવામાં શાકાહારી લોકોએ ડેરી પ્રોડક્ટનું સેવન કરવું જોઈએ. વિટામિન બી 12 નો સૌથી સારો સ્ત્રોત માંસ, મરઘી, માછલી વગેરે છે. શાકભાજીઓમાં વિટામિન બી 12 નથી હોતું, જેના કારણે શાકાહારી લોકોમાં વિટામિન બી 12 ની અછત વધારે થઈ શકે છે. દારૂનું વધારે સેવન કરવાથી બચવું જોઈએ, બની શકે તો એને છોડી જ દો, અને આ સમસ્યાથી બચવા ધુમ્રપાન પણ છોડી દેવું જોઈએ.