જોઈ લો, આ છે વિવાહ ફિલ્મની પૂનમનો રિયલ લાઈફ પતિ, જુઓ એમના કેટલાક ફોટા

0
6303

બોલીવુડ દેશની સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. અહી દર અઠવાડિયે કોઈ ને કોઈ ફિલ્મ રીલીઝ થતી જ હોય છે. જોકે એમાંથી થોડી ફિલ્મો એવી હોય છે, જે લોકોના દિલ અને મગજ બન્ને ઉપર છવાઈ જાય છે. એમને લોકો વર્ષો પછી પણ જોય છે તો એમને એ ફિલમ પહેલા જેટલી જ ગમે છે. અને એવી ફિલ્મો માંથી એક છે ‘વિવાહ’ ફિલ્મ. તમે પણ શાહીદ કપૂર અને અમૃતા રાઓની ફિલ્મ વિવાહ તો જરૂર જોઈ હશે.

અને એ ફિલ્મમાં બે પ્રેમ કરવા વાળા વ્યક્તિના સંબંધને ખુબ સુંદરતાથી દર્શાવ્યો હતો, કે તે ફિલ્મને જોવા વાળા લોકો પણ તેને જોઇને એમાં જ ખોવાઈ ગયા હતા. એટલે કે જો અમે સીધા શબ્દોમાં કહીએ તો તે ફિલ્મ બોલીવુડની ખુબ જ સારી ફિલ્મો માંથી એક છે. અને આ ફિલ્મને કારણે જ શાહીદ કપૂરનું ફિલ્મી કરિયર સારી રીતે ચાલવા લાગ્યું હતું.

જણાવી દઈએ કે આ ફિલ્મ પહેલાની શાહીદ કપૂરની લગભગ બધી ફિલ્મો ફ્લોપ થઇ રહી હતી. એ કારણે તે ઘણા ઉદાસ પણ થઇ ગયા હતા. એવામાં એમને આ ફિલ્મ મળી અને તે તેમના ફિલ્મી કરિયરની સૌથી હીટ ફિલ્મ સાબિત થઇ. ત્યારબાદ તેમનું કરિયર પણ ચમકી ગયું.

તમને યાદ હશે કે આ ફિલ્મમાં શહીદ કપૂર સિવાય મુખ્ય પાત્રમાં અભિનેત્રી અમૃતા રાઓ પણ હતી. અને તેમનું પાત્ર પણ દર્શકોને ઘણું ગમ્યું હતું. એ વાતમાં તો કોઈ શંકા નથી કે અમૃતા રાઓ પણ બોલીવુડની પ્રસિદ્ધ અને સુંદર અભિનેત્રીઓ માંથી એક છે. તેમણે બોલીવુડને ઘણી સારી ફિલ્મો પણ આપી દીધી છે. પણ એમણે સમય જતા ફિલ્મી દુનિયાથી થોડું દુરી બનાવી લીધું હતું. જો કે એમણે ફિલ્મ ‘ઠાકરે’ થી ફરી બોલીવુડમાં એન્ટ્રી કરી લીધી છે.

અમૃતા વિષે ઘણા ઓછા લોકો એ જાણે છે કે, એમના લગ્ન પણ થઇ ચુક્યા છે. અમૃતા રાઓના લગ્ન તેટલા સાધારણ રીતે થયા હતા કે, કોઈને પણ તેમના લગ્ન વિષે પૂરતી માહિતી મળી ન હતી. એટલે આજે અમે તમને અમૃતા રાઓના પતી સાથે પરિચિત કરાવીશું.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, અમૃતા રાઓના પતિનું નામ અનમોલ છે. અને તે એક રેડીઓ જોકી છે. રેડિયોની દુનિયામાં તે આરજે અનમોલના નામથી ઘણા પ્રસિદ્ધ છે. તેમજ અમૃતાના પતી દેખાવમાં ઘણા હેન્ડસમ છે. અને કદાચ તમને એ વાતની જાણકારી નહિ હોય કે, અમૃતા અને અનમોલે લવ મેરેજ કર્યા છે. તે બન્ને પહેલી વાર એક ફિલ્મ ઈન્ટરવ્યું દરમિયાન મળ્યા હતા. જેના પછી તે બન્ને એક બીજાને ડેટ કરવા લાગ્યા હતા.

અને એ વાત તો સ્વાભાવિક છે કે, બે વ્યક્તિને એક બીજાને સમજવા માટે થોડો સમય તો લાગે જ છે. એટલે આમણે પણ ઘણા સમય સુધી એક બીજાને ડેટ કર્યા પછી વર્ષ 2016 માં લગ્ન કરી લીધા. લગ્ન કર્યા પછી જ અમૃતાએ બોલીવુડ ફિલ્મથી અંતર બનાવી લીધું હતું. હાં પણ એમણે એક ટીવી સીરીયલમાં કામ જરૂર કર્યુ હતું, પરંતુ તેમની તે સીરીયલ પણ કઈ ખાસ ચાલી નહિ. ઠાકરે પછી એમની કોઈ બીજી ફિલ્મ આવે તો એ કેટલી સફળ રહે એ જોવું બાકી રહ્યું.

અમે તો તે જ કહેશું કે તે બન્નેની સુંદર એવી જોડી એવી જ રીતે બનેલી રહે.