તમારા ઘરમાં દીવાલ ઘડિયાળ લગાવતાં સમયે જરૂર યાદ રાખો આ વાતો, નહીં તો થશે નુકસાન

0
4875

આ વાતોને ધ્યાનમાં રાખીને પોતાના ઘરમાં યોગ્ય જગ્યાએ લગાવો દીવાલ ઘડિયાળ, ખુલશે નસીબના દરવાજા

મિત્રો અમારા લેખમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ઘડિયાળની. દરેક વ્યક્તિ ઘર અથવા ઓફિસમાં ઘડિયાળ તો લગાવે જ છે. કારણ કે દરેક વ્યક્તિના જીવનમાં સમય ખૂબ જ મહત્વ ધરાવે છે. આજકાલ ઘડિયાળને સમય જોવાની સાથે સાથે ઘર કે ઓફીસની સજાવટની વસ્તુ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે ઘડિયાળને લગતાં વાસ્તુ શાસ્ત્રના નિયમ હોય પણ છે. જો આ વાસ્તુ શાસ્ત્રના નિયમોનું ધ્યાન રાખવામાં આવે તો વ્યક્તિને જીવનમાં પ્રગતિ, પૈસા, આરોગ્ય અને સફળતા પ્રાપ્ત થાય છે.

દરવાજા ઉપર ન લગાવવી જોઈએ ઘડિયાળ :

ક્યારેય પણ દરવાજા પર ઘડિયાળ લગાવવી જોઈએ નહિ. કારણ કે આમ કરવાથી તણાવ વધી શકે છે, અને સાથે જ તમારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. ઘડિયાળ ઉપર ઘૂળ ન જામે એનું પણ ધ્યાન રાખવું જોઈએ.

કયારેય પણ આ દિશા માં ન લગાડવી ઘડિયાળ :

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની દક્ષિણ દિશામાં ઘડિયાળ રાખવાથી પ્રગતિની તકો ધીમી પડી જાય છે. અને સાથે જ પરિવારના વડીલનું આરોગ્ય પણ બગડે છે.

બંઘ ઘડિયાળ ન રાખવી :

મિત્રો આપણે ક્યારેય પણ બંધ ઘડિયાળ રાખવી જોઈએ નહિ. આમ કરવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી ઓછી થાય છે અને નેગેટિવિટી વઘે છે. બંધ પડેલી ઘડિયાળ તરત જ હટાવી લેવી.

તકિયાની નીચે ઘડિયાળ રાખીને સૂવું જોઈએ નહિ :

અનેક લોકો પોતાની કાંડા ઘડિયાળને તકિયા નીચે રાખીને સુવે છે. આમ ન કરવું જોઈએ. કારણ કે આમ કરવાથી માણસની વિચારધારા ઉપર નકારત્મક અસર પડે છે.

આ દિશામાં લગાવવી ઘડિયાળ :

પૂર્વ દિશામાં ઘડિયાળ લગાવવાથી વાતાવરણ શુભ અને પ્રેમભર્યુ રહે છે. પશ્ચિમ દિશામાં લગાવવાથી નવી તકો પ્રાપ્ત થાય છે. અને ઉત્તર દિશામાં લગાવવાથી આર્થિક નુકશાન નથી થતું.

પેંડુલમવાળી ઘડિયાળ લકી હોય છે :

પેંડુલમવાળી ઘડિયાળને લઈને એવી માન્યતા છે, કે તે વ્યકિતના જીવન ઉપર રહેલી ખરાબ અસરને દૂર કરી પ્રગતિની નવી તક લાવે છે.

ઘડિયાળનો સમય ચોક્કસ રાખવો :

ચોક્કસ સમયથી આગળ કે પાછળ ચાલતી ઘડિયાળ સારી નથી માનવામાં આવતી. એવી ઘડિયાળ મનુષ્યની હાર કે નુકશાનનું કારણ બની શકે છે.

અમારા પેજ પર આવાજ માહિતીથી ભરપુર લેખ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક જરૂર કરજો અને તમારી કામની માહિતી શેયર કરી રાખજો. એટલે જ્યારે પણ જરૂર હોય બીજાને કહેવી હોય તો તમને મળી રહે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપનો ખુબ ખુબ આભાર.