એક્સરસાઇઝ અને જમવાનું ઘટાડ્યા વિના 20 કિલો વજન ઓછું કરો આ સરળ ટ્રિકથી, જાણો એક મૌલવીની ટ્રિક

0
6026

વધતું વજન આજકાલ ઘણા બધા લોકોની સમસ્યા બની ગયું છે. એનાથી છુટકારો મેળવવા માટે લોકો જાત જાતના પ્રયોગો કરે છે. જો તમને પણ આ સમસ્યા છે અને તમે એનાથી છુટકારો મેળવવા માંગો છો, તો આજે અમે તમને એની એક સિમ્પલ ટ્રિક જણાવીશું. વજન ઓછું કરવા માટે તમારે કોઈ અઘરી અઘરી કસરત કરવાની, કે પછી સ્ટ્રીક ડાયટિંગ કરવાની, કે ખાવાનું પ્રમાણ ઓછું કરવાની કોઈ જરૂર નથી. માત્ર આ ટ્રિકને ફોલો કરીને તમે તમારું વજન 20 થી 30 કિલો ઓછું કરી શકો છો.

આ સિમ્પલ ટ્રિક છે પાણીની. તમે પાણીની મદદથી તમારું વજન ઓછું કરી શકો છો. એક મૌલવી ડો. મોહમ્મદ સરાફત અલી દ્વારા આ ટ્રિક લોકોના ફાયદા માટે જણાવવામાં આવી છે. એમનું કહેવું છે કે તમે પાણી પીવાની રીતમાં ફેરફાર કરીને પોતાનું વજન ઓછું કરી શકો છો.

એમણે પાણી પીવાની ટ્રિકને સમજાવી છે. જો તમે પાણી પીવાની ટ્રિકને સાયન્ટીફિકલી એટલે કે વૈજ્ઞાનિક રીતે સમજી લેશો તો તમે પોતાનું વજન નિયંત્રિત કરી શકશો.

એમના દ્વારા જણાવેલી આ ટ્રિકમાં એ જણાવવામાં આવ્યું છે, કે તમારે પાણી કેવી રીતે એને પીવાનું છે અને કેટલા શ્વાસમાં પીવાનું છે. આ મૌલવીના જણાવ્યા અનુસાર તમારે ગ્લાસને સીધો પકડવાનો છે. અને હંમેશા પાણીને બેસીને પીવાનું છે. અને ત્રણ શ્વાસમાં તમારે પાણી પીવાનું છે.

એમનું કહેવું છે કે પાણી પિતા સમયે તમારે શ્વાસ રોકવાનો છે. અને થોડું પીધા પછી ગ્લાસ કે બોટલ મોં પાસેથી હટાવી લેવાનું છે. એ પાત્રમાં તમારે શ્વાસ છોડવાનો નથી. આ રીતે તમારે ત્રણ શ્વાસમાં પાણી પી લેવાનું છે. પણ આમ કરવાથી પાણી પીતા સમયે તમને શ્વાસ ચડશે. એનાથી તમારે ગભરાવાનું નથી.

એમના જણાવ્યા અનુસાર “જે માણસને પાણી પીતા સમયે શ્વાસ ચડે છે એને જીવનભર બીજા કોઈ કામમાં શ્વાસ નહિ ચડે. એને કયારેય દમનો રોગ નહિ થાય. એને કયારેય સાંધાનો દુઃખાવો નહિ થાય. અને એ ક્યારેય જાડો નહિ રહે.”

આ મૌલવી દ્વારા તમે માત્ર પાણી પીવાની ટ્રિકથી તમારા શરીરને લગતી ઘણી સમસ્યા સામે રક્ષણ મેળવી શકો છો.

ઉભા રહીને પાણી પીવાથી નીચે જણાવેલી સમસ્યા થાય છે એટલા માટે ઉભા રહીને પાણી પીવાની મનાઈ કરવામાં આવી છે.

ઉભા રહીને પાણી પીવાથી પાણી ઘૂંટણમાં જમા થવાનું શરુ થાય છે. તેનાથી હાડકાના સાંધામાં તરલ પદાર્થની ઉણપ થવા લાગે છે. જેનાથી સાંધામાં દુ:ખાવો અને ગઠીયા જેવી સમસ્યા ઉત્પન્ન થઇ જાય છે.

ઉભા રહીને પાણી પીવાથી કિડનીની સમસ્યા પણ ઉત્પન્ન થવાની શરુ થઇ જાય છે. ઉભા રહીને પાણી પીવાથી પાણી કિડનીમાંથી ગળાયા વગર નીકળી જાય છે. જેનાથી કિડનીમાં ગંદકી જમા થવાની શરુ થઇ જાય છે.

ઉભા રહીને પાણી પીવાથી પાણી પેટની દીવાલ ઉપર પડે છે, જે આસપાસના અંગોને નુકશાન પહોચાડે છે. આનાથી પાચન ક્રિયા પર ખુબ જ ખરાબ અસર પડે છે. આની અસર એક કે બે વારમાં નથી પડતી પરંતુ સતત ઉભા રહીને પાણી પીવાથી આ તકલીફ ઉત્પન્ન થવાની શરુ થઈ જાય છે.

જુઓ વીડિઓ :