દવા કે સર્જરી વગર એક મહિનામાં ઉતરશે 10 થી 12 કિલો વજન, એ પણ રોટલીના પ્રયોગથી, જાણો કેવી રીતે

0
7475

વધારે પડતું વજન આજકાલ ઘણા લોકોની સમસ્યા બની ગયું છે. લોકો પોતાનું વજન ઉતારવા માટે ઘણી દવાઓ લે છે, બજારમાં મળતા જાત જાતના પીણાં અને પાઉડર પણ લે છે, જીમમાં જાય છે, દોડવા જાય છે અને ન જાણે બીજું શું કરે છે. તેમજ આ બધા પાછળ ઘણો ખર્ચ પણ થાય છે. ઘણા પૈસાદાર લોકો તો સર્જરી પણ કરાવે છે, જે ઘણી મોંઘી હોય છે અને શરીરને બીજા નુકશાન પહોંચાડનારી હોય છે.

પણ આજે અમે જે ઉપાય લઈને આવ્યા છીએ એમાં તમારે એ બધું કરવાની જરૂર નથી. ફક્ત એકે સરળ પ્રયોગ દ્વારા તમે તમારું વજન 10 થી 12 કિલો સુધી ઘટાડી શકો છો. વજન ઉતારવાનો આ ઘરેલુ પ્રયોગ દ્વારકાના વકીલ દિનેશભાઈ વિઠ્ઠલાણીએ જણાવ્યો છે. દિનેશભાઈના મત અનુસાર ભોજનમાં થોડી પરેજી રાખવામાં આવે, તો ગમે તેટલી ચરબીવાળું બોડી સ્લિમ થઈ શકે છે.

દિનેશભાઈ વિઠ્ઠલાણીએ જણાવેલી થોડી ટીપ્સ જે તમારું વજન ઉતારી આપશે એ નીચે મુજબ છે.

૧. સૌથી પહેલી અને અગત્યની વાત એ છે કે ફાસ્ટ ફૂડ ખાવાનું બંધ કરો. કારણ કે એના કારણે શરીરમાં વધારાની ચરબીનો સંગ્રહ થાય છે.

૨. ફાસ્ટ ફૂડના ચટાકા છોડીને તમે તમારા ઘરે બનાવેલું સાત્વિક ભોજન કરો. એનાથી તમે સ્વસ્થ પણ રહેશો.

૩. તમે દૂધ, દહીં, છાસ અને ખટાસ વાળી વસ્તુ જેવી કે અથાણું વગેરે ખાવાનું બંધ કરો. એનાથી તમને વજન ઓછું કરવામાં મદદ મળશે.

૪. અને સૌથી અગત્યની વાત એ કે તમે જે રોટલી ખાવ છો એના પર મધ ચોપડીને ખાવ. એ મધ તમારે ચોખ્ખું વાપરવાનું છે. ભેળસેળ વાળા જે મધ મળે છે એવા વાપરશો તો તમને ફાયદો નહિ થાય. ચોખ્ખું મધ તમે તમારા ગામડામાં રહેતા મિત્રો દ્વારા સરળતાથી મેળવી શકો છો.

આ હતી દિનેશભાઈ વિઠ્ઠલાણીની વજન ઉતારવા માટેની ટીપ્સ. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે દિનેશભાઈ વિઠ્ઠલાણી ‘અમૃત પુષ્પ’ નામની કેન્સરના દર્દીઓ માટે દવા આપે છે જે ઘણી અસરદાર છે. તમારે એના વિષે વધુ માહિતી મેળવવી હોય તો એમની યુ ટ્યુબ પર “Dinesh Vithlani” નામથી ચેનલ ચાલે છે. જેમાં તેઓ એના વિષેના વિડીયો અપલોડ કરે છે. તમે એ ચેનલ સર્ચ કરી એના વિષે વધારે માહિતી ત્યાંથી મેળવી શકો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.