કુતરાઓ શા માટે રડે છે? શું હકીકતમાં કુતરાઓને ભૂત દેખાય છે? જાણો શું થાય છે જયારે કુતરા રડે છે.

0
3644

આ દુનિયામાં જો કોઈ જીવને સૌથી વધુ વફાદાર માનવામાં આવતું હોય તો એ છે કુતરૂ. એવું કહેવાય છે કે માણસ ભલે તમારું મીઠું ખાઈને તમારી સાથે દગો કરી દે પરંતુ કુતરા એક વખત જેનો રોટલો ખાઈ લે છે તો મરવા સુધી તેની સાથે દગો નથી કરી શકતા અને ન તો તેને કરડી શકે છે. કુતરાની વફાદારીને લઈને જ મોટાભાગે લોકો તેને ઘરમાં પાળવાનું પસંદ કરે છે. બિલાડીઓ પણ પાલતું જાનવર છે અને ઘણા લોકો બિલાડીઓ પાળવાનો શોખ ધરાવે છે. પરંતુ બિલાડીઓ કુતરા જેટલી વફાદાર નથી રહેતી.

વિશ્વાસ ન થતો હોય તો તમે અજમાવીને જોઈ શકો છો. તમે એક દિવસ કુતરાને પ્રેમથી ખવરાવી દો, તો તે આખું જીવન તમારા માટે પૂંછડી પટપટાવશે. અને જો તમે બિલાડીને એક દિવસ દૂધ પીવરાવી દો અને બીજા જ દિવસે તેને ખીજાશો તો તે ખરેખર તમને કરડવાનો પ્રયત્ન કરશે.

હકીકતમાં કુતરા માણસના સાચા મિત્ર હોય છે, અને તેનું સારું ખરાબ સારી રીતે સમજે છે. શું ક્યારેય તમે વિચાર્યુ છે કે કુતરાઓ મોટેભાગે રાત્રે કેમ ભસે છે? કુતરાના રાત્રે રડવાને અપશુકન માનવામાં આવે છે. વડીલોના જણાવ્યા મુજબ જયારે પણ રાત્રે કોઈ કુતરો રડે છે, તો તે આપણને એવો સંકેત આપે છે કે આપણા પરિવારમાં જલ્દી કોઈ વ્યક્તિનું મૃત્યુ થવાનું છે.

તે ઉપરાંત ઘણા લોકોનું એ માનવું છે કે કુતરા પ્રેત આત્માઓને જોઈ શકે છે, અને તેઓ પોતાની આસપાસ થવા વાળા ભયને પહેલાથી અનુભવ કરી શકે છે. તેવામાં જો કુતરા અડધી રાત્રે અચાનક રડવાનું શરુ કરી દે તો તેનો અર્થ કોઈ પ્રેત આત્મા સાથે જોડવામાં આવે છે.

એવું પણ બની શકે છે આ તમામ વાતો સાચી હોય, પરંતુ જો આપણે વેજ્ઞાનિક દ્રષ્ટિએ વિચારીએ તો એવું કાંઈ પણ નથી. દુનિયા ભરના વેજ્ઞાનિકોએ કુતરાને લઈને ઘણા પ્રકારના રીસર્ચ કર્યા છે, અને એમાં જે પરિણામ સામે આવ્યા છે તે ઘણા ચોંકાવી દેનારા હોય છે.

વેજ્ઞાનિક ભાષામાં કુતરાના રડવાને ‘હાઉલ’ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કુતરા શિયાળની જ એક પ્રજાતિ છે, એ કારણે મોટાભાગે કુતરા શિયાળ જેવું વર્તન કરે છે. જંગલમાં જેવી રીતે શિયાળ એક બીજાને સંદેશ પહોચાડવા માટે રાત્રે હાઉલ કરે છે. બસ એવી જ રીતે કુતરા પણ પોતાની ભાષામાં એક બીજાને સંકેત પહોચાડવા માટે હાઉલનો ઉપયોગ કરે છે.

તમારી આસપાસ તમે હંમેશા એવું જોયું હશે કે દરેક ગલીમાં થોડા કુતરા રહેતા હોય છે. તેમજ કુતરા જે પણ ગલી કે સોસાયટીમાં રહે છે, તેને પોતાનો વિસ્તાર માની લે છે. તેવામાં જો કોઈ અજાણ્યું કુતરુ આવે અને તેમના વિસ્તારમાં ઘુસવાનો પ્રયત્ન કરે છે, તો તે ગુસ્સે થઈને અકળાઈ જાય છે અને તેના બીજા સાથીઓને નવા કુતરાના આવવા વિષેની જાણ કરવા માટે હાઉલ કરવાનું શરુ કરી દે છે. જો એક પ્રકારે ધ્યાન આપવામાં આવે તો હાઉલ કરવું એ કૂતરાની એક બીજાને પોતાની મુશ્કેલી જણાવવાની ભાષા છે. ઘણા બધા કુતરા ચિડાઈ જાય ત્યારે અને ગુસ્સામાં આવે ત્યારે પણ હાઉલ કરે છે, પરંતુ તેનો એ અર્થ નથી કે તે તમને કરડશે.

એના સિવાય કુતરાઓ પોતાની તકલીફ, નારાજગી અને ગુસ્સો વ્યક્ત કરવા માટે પણ હાઉલ કરે છે. ખાસ કરીને કુતરાઓને દેકારો અને મોટા અવાજ જેવા કે ઘરમાં વાસણ ફેંકવાનો અવાજ આવવો પસંદ નથી હોતો. આવી સ્થિતિમાં તે ચિડાઈને તે અવાજનો વિરોધ કરે છે. એટલું જ નહિ પરંતુ જયારે કોઈ અજાણ્યા વ્યક્તિ તેની ગલી સોસાયટીમાં એન્ટ્રી લે છે, તો તે પોતાના સાથી કુતરાને તે વ્યક્તિ ઉપર નજર રાખવા માટે સચેત કરે છે. જેથી કોઈ તેના ગલી મોહલ્લા વાળાને નુકશાન ન પહોંચાડી શકે.