કેમ શિખર ધવન ને કરવા પડ્યા છૂટાછેડા વાળી બે બાળકોની માં સાથે લગ્ન, ઉંમરમાં પણ છે 7 વર્ષ મોટી

0
2880

દુનિયામાં પ્રેમ એક સુંદર અનુભવ હોય છે. પ્રેમ કોઈને પણ થઈ શકે છે. પ્રેમમાં ન તો ઉંમરની કોઈ સીમા હોય છે અને ન તો જન્મનું કોઈ પ્રકારનું બંધન. આજના સમયમાં તો પ્રેમ કોઈને પણ સરળતાથી થઈ જાય છે. તો એવામાં ક્રિકેટરોને પણ પ્રેમ તો થાય જ છે. તો આજે આપણે વાત કરીશું ભારતીય ક્રિકેટ ટીમના તુફાની બેટ્સમેન શિખર ધવનના પ્રેમની. જેમનું દિલ એક એવી મહિલા પર આવ્યું જે એમનાથી 7 વર્ષ મોટી છે. એટલું જ નહીં તે મહિલાએ પોતાના પતિ સાથે છૂટાછેડા લીધા છે અને એના બે બાળકો પણ છે.

પ્રેમ આંધળો હોય છે એ તો તમે ઘણા બધા લોકોના મોઢે સાંભળ્યું હશે. પણ શું સાચે પ્રેમ એવો હોય છે? શું પ્રેમ કરવાં વાળાને પોતાના પાર્ટનરમાં કંઈ પણ નથી દેખાતું? શિખર ધવન ક્રિકેટની દુનિયાના શ્રેષ્ઠ ખેલાડી છે. પરંતુ પોતાની પર્સનલ લાઈફમાં તેમણે આટલું મોટું કામ કરી નાખ્યું, એની પાછળનું કારણ જાણીને તમે ચકિત રહી શકો છો. ધવને શા માટે કર્યા બે બાળકોની માં અને 7 વર્ષ મોટી મહિલા સાથે લગ્ન, આ વિષે આજે અમે તમને વિસ્તારથી જાણવવા જઈ રહ્યા છીએ.

આવો જાણીએ કે ધવને શા માટે કર્યા 2 છોકરાની માં અને 7 વર્ષ મોટી મહિલા સાથે લગ્ન.

આજકાલના સમયમાં છોકરાઓ એવી છોકરીઓ પસંદ કરે છે જેના એક પણ બોયફ્રેન્ડ નથી હોતા. અને શિખર ધવને એવી છોકરી પસંદ કરી જે પહેલાથી વિવાહિત હતી અને ઉપરથી બે બાળકોની માં પણ છે. એટલું જ નહીં શિખરે આ મહિલા સાથે લગ્ન પણ કરી લીધા છે. અને એમની સાથે સુખી જીવન પસાર કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે શિખરે ભારતીય મૂળની આયશા મુખર્જી સાથે લગ્ન કરી લીધા જે બાળપણમાં ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી. આયશાના પિતા બંગાળી અને માં ઓસ્ટ્રેલિયન છે. પરંતુ આયશાનો જન્મ ભારતમાં થયો હતો અને જયારે આયશા નાની હતી ત્યારે એના માતા-પિતા સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી.

શિખર ધવનની જેમ આયશા મુખર્જી પણ સ્પોર્ટ્સમાં આગળ રહી છે. તે બાળપણથી જ દરેક પ્રકારની રમતમાં આગળ રહી છે. તેમણે રિંગ બોક્સિંગ, ટેનિસ અને ક્રિકેટ જેવી રમતો રમી છે. આયશાને ક્રિકેટ ઘણું પસંદ છે અને એ ઝનૂને જ એમને શિખર ધવન સાથે મળાવ્યા હતા. એમની લાવ સ્ટોરી ફેસબુકથી શરુ થઈ હતી. આયશા અને શિખર ફેસબુક પર મિત્ર બન્યા, પછી એમની મુલાકાત થઈ અને લવ સ્ટોરી શરુ થઈ ગઈ. ફેસબુક પર આયશા હરભજનની મ્યુચ્યુઅલ ફ્રેડ હતી અને એમણે જ બંનેની મુલાકાત કરાવી હતી.

સમય પસાર થતા ધવન અને આયશાની ફેસબુક પર વાતો શરુ થઈ ગઈ, ત્યારબાદ એમનો પ્રેમ શરુ થયો વાત વધવા લાગી. એ સમયે આયશાએ છૂટાછેડા લીધા હતા અને બે બાળકોની માં હતી. જે વાત એમણે શિખર ધવનને જણાવી હતી અને શિખરે કહ્યું હતું કે એ વાતથી એમને કોઈ સમસ્યા નથી. અને એમનો પ્રેમ આગળ વધવા લાગ્યો.

ત્યારબાદ તેમણે આ સંબંધને આગળ વધારવાનું નક્કી કર્યુ. અને 32 વર્ષના શિખર ધવને સમજદારી દાખવી અને વર્ષ 2012 માં આયશા સાથે લગ્ન કરી લીધા. આયશાના પ્રેમે શિખરને એક જવાબદારી વાળી વ્યક્તિ બનાવી દીધો. ધવન પોતે એ વાત જણાવે છે કે આયશા જયારે એમના જીવનમાં આવી ત્યારે એમનું જીવન સંપૂર્ણ રીતે બદલાય ગયું. શિખર કહે છે કે આયશા એમને ઘણું બધું શિખવાડે છે. શિખરે જણાવ્યું કે જયારે તે ક્રિકેટમાં સારું પ્રદર્શન નથી કરી શકતા, તો એમને કોચ કરતા વધારે પોતાની પત્નીનો ડર હોય છે. જો કે આયશા એમને પહેલા ખીજવાય છે અને પછી સારી રમત માટે શું કરવું એ વિષે જણાવે છે. પ્રભુને એક જ પ્રાથના કે તમનું સુખી જીવન હંમેશા આવું જ ચાલતું રહે.