છેવટે કેમ સ્ત્રીઓને નારીયેળ ફોડવાની કરવામાં આવે છે મનાઈ, અહિયાં જાણો તેની પાછળનું કારણ

0
4084

શા માટે સ્ત્રીઓને નારીયેળ ફેડવાની મનાઈ હોય છે? અહીં જાણો તેની પાછળના કારણ વિષે.

હિંદુ ધર્મમાં દરેક વસ્તુઓનું ખાસ મહત્વ હોય છે, પછી ભલે એ છોડ હોય, ઝાડ હોય, ફળ હોય કે પશુ-પક્ષી. મોટા ભાગે દરેક વસ્તુ કોઈ ને કોઈ ધાર્મિક મહત્વ સાથે જોડાયેલી હોય છે. નારિયેળને હિંદુ ધર્મમાં એક શુભ ફળ મનાવામાં આવે છે, આપણે ત્યાં લોકો હંમેશા કોઈ પણ કામની શરૂઆત કરે છે તો સૌથી પહેલા નારિયેળ ફોડીને એનો શુભારંભ કરે છે.

નારિયેળને શ્રીફળના નામથી પણ ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે જયારે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર અવતાર લીધો હતો ત્યારે તે પોતાની સાથે પૃથ્વી પર ત્રણ વસ્તુ લઈને આવ્યા હતા, જે લક્ષ્મીજી, નારિયેળનું વૃક્ષ અને કામધેનુ હતા. આ કારણે નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે.

શાસ્ત્રોમાં શ્રી નો અર્થ છે લક્ષ્મી, એટલે કે નારિયેળ લક્ષ્મી અને વિષ્ણુનું ફળ છે. એવું માનવામાં આવે છે કે નારિયેળમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે. શ્રીફળ ભગવાન શિવનું અત્યંત પ્રિય ફળ છે. માન્યતા અનુસાર નારિયેળમાં બનેલી ત્રણ આંખોને ત્રિનેત્રના રૂપમાં જોવામાં આવે છે. તેમજ શ્રીફળ ખાવાથી શારીરિક દુર્બળતા દૂર થાય છે એવું વિજ્ઞાન પણ માને છે.

આપણે ત્યાં એવી માન્યતા છે કે ઈષ્ટ દેવને નારિયેળ ચઢાવવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. ભારતીય પૂજન પદ્ધતિમાં નારિયેળ એટલે કે શ્રીફળનું મહત્વપૂર્ણ સ્થાન છે. તમે પણ જોયું હશે કે આપણે ત્યાં કોઈ પણ વૈદિક અથવા દૈવિક પૂજન પ્રણાલી શ્રીફળના બલિદાન વગર અધૂરી માનવામા આવે છે. એ પણ એક તથ્ય છે કે મહિલાઓ નારિયેળને નથી ફોડતી. એની પાછળ એવું એક કારણ છે કે શ્રીફળ બીજ રૂપ હોય છે, એને ઉત્પાદન એટલે કે પ્રજનનું કારણ માનવામાં આવે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, શ્રીફળને પ્રજનન ક્ષમતા સાથે જોડવામ આવે છે. સ્ત્રીઓ બીજ રૂપથી જ શિશુને જન્મ આપે છે, અને એટલા માટે નારીએ બીજ રૂપી નારિયેળને ફોડવાની મનાઈ છે. દેવી – દેવતાઓને શ્રીફળ ચઢાવ્યા પછી પુરુષ જ એને ફોડે છે. શનિની શાંતિ હેતુ નારિયેળના પાણીથી શિવલિંગ પર રુદ્રાભિષેક કરવાનું શાસ્ત્રીય વિધાન પણ છે.

ભારતીય વૈદિક પરંપરા અનુસાર શ્રીફળ શુભ, સમૃદ્ધિ, સમ્માન, પ્રગતિ અને સૌભાગ્યનું સૂચક માનવામાં આવે છે. સાથે જ કોઈને પણ સમ્માન આપવા માટે એમને શાલની સાથે શ્રીફળ પણ ભેટ આપવામાં આવે છે. જણાવતા જઈએ કે ભારતીય સામાજિક રીતિ-રિવાજમાં પણ શુભ શગુનના રૂપમાં શ્રીફળ ભેટ કરવાની પરંપરા યુગોથી ચાલી આવી રહી છે.

એ વાત તો તમે બધા જાણો છો કે લગ્ન નક્કી કરવા માટે એટલે કે તિલક સમયે શ્રીફળને ભેટ રૂપે આપવામાં આવે છે. કન્યાની વિદાયના સમયે નારિયેળ અને નાણાં ભેટ આપવામાં આવે છે. અહીં સુધી કે અંતિમ સંસ્કારના સમયે પણ ચિતા સાથે નારિયેળ લગાવવામાં આવે છે. વૈદિક અનુસ્થાનોમાં પણ સૂકા નારિયેળને કુંડમાં અર્પણ કરવામાં આવે છે.

વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઈએ તો શ્રીફળ કેલરી એટલે કે ઉર્જાથી ભરપૂર હોય છે. એની પ્રકૃતિ ઠંડી હોય છે. અને એમાં અનેક પોષક તત્વો હોય છે. એની કુમણી ડાળીઓમાંથી જે રસ નીકળે છે એને નીરો કહેવામાં આવે છે. એને સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય વર્ધક પીણું માનવામાં આવે છે. શિયાળામાં નીરો પીવા માટે લોકો સવારે વહેલા ઉઠી જાય છે. રાત્રે સુતા પહેલા નારિયેળ પાણી પીવાથી નાડી પ્રણાલીને બળ મળે છે તથા ઊંઘ સારી આવે છે.

જણાવી દઈએ કે નારિયેળના પાણીમાં પોટેશિયમ અને ક્લોરીન હોય છે જે માં ના દૂધ સમાન હોય છે. જે શિશુઓને દૂધ પચતું નથી એમને દૂધ સાથે નારિયેળ પાણી મિક્સ કરી પીવડાવવું જોઈએ. ડિ-હાઇડ્રેશન થવા પર નારિયેળ પાણીમાં લીંબુ મિક્સ કરીને પીવામાં આવે છે. એનો ગર (અંદરનું કોપરું) ખાવાથી કામશક્તિ વધે છે. એને સાકર સાથે ખાવાથી ગર્ભવતી સ્ત્રીની શારીરિક દુર્બળતા દૂર થાય છે તથા બાળક સુંદર થાય છે. તો હતા એના થોડા આરોગ્યની દૃષ્ટિએ ફાયદા, અને સ્ત્રીઓના નારિયેળ ન ફોડવાનું કારણ તો અમે તમને ઉપર જણાવી જ દીધું છે. અમારી સાથે જોડાય રહેવા બદલ આપનો આભાર.