પતિને છોડીને પત્ની બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ, ૨ મહિના પછી પાછી આવીને કહ્યું : બધું જ લુટાઈ ગયું

0
2733

છોકરા અને છોકરીઓને ભણવાની ઉમરમાં પ્રેમ થવો એ આજકાલ સામાન્ય વાત થઈ ગઈ છે. ઘણા કિસ્સાઓમાં તેમના લગ્ન પરિવારની મરજીથી બીજે થઈ જાય છે, અને એમનો પ્રેમ અધુરો રહી જાય છે. એવામાં તેઓ લગ્ન પછી પોતાના જુના પ્રેમી સાથે ભાગી જાય છે. તમે પણ તમારા ગામ કે શહેરમાં આવા કિસ્સા ઘણા જોયા હશે. આજે પણ અમે એક એવા જ કિસ્સા વિષે જણાવવાં જઈ રહ્યા છીએ જે ઘણો જ આશ્ચર્યજનક છે.

મિત્રો પહેલાના જમાનામાં પ્રેમનો અર્થ જ જુદો થતો હતો, પરંતુ આજના જમાનામાં તો લોકો પ્રેમના નામે ન જાણે શું શું કરી રહ્યા છે. આજકાલ એવા ઘણા સમાચારો સાંભળવા મળે છે, જેમાં એ ખબર પડે છે કે લોકો પ્રેમની લાલચ આપીને દગો આપી દે છે. આજે એક એવી જ ઘટના સામે આવી છે જે છત્તીસગઢની છે. આ કેસ દુર્ગ જીલ્લાનો છે.

આ કિસ્સામાં બન્યું એવું કે, એક પરીણિત મહિલા પોતાના પતિ સાથે કાંઈક એવું કરે છે, જેના વિષે એના પતિએ ક્યારેય વિચાર્યુ પણ નહિ હોય. એને એ વાતનો જરા પણ અંદાજો નહિ હોય કે તેની પત્ની તેની પીઠ પાછળ આવું પગલું ભરી લેશે.

જણાવી દઈએ કે તે વ્યક્તિની પત્ની પોતાના બોયફ્રેન્ડ માટે પતિને છોડી દીધો. પણ થયું એવું કે થોડા દિવસો પછી એના બોયફ્રેન્ડે એને દગો આપી દીધો. મળેલી જાણકારી અનુસાર આ ઘટના થોડા સમય પહેલાની છે. પોલીસે જણાવ્યું કે મહિલા પરણિત છે, અને આરોપી શીવદલાલ યાદવે તેને પોતાના પ્રેમ જાળમાં ફસાવીને તેની સાથે લગ્ન કરવાંની લાલચ આપી હતી.

એ આરોપીએ મહિલાને એવું કહ્યું હતું કે, તે તેની સાથે લગ્ન કરીને રહેશે અને તેને પત્નીનો હક્ક પણ આપશે. એવું સાંભળ્યા પછી એ મહિલા તેની સાથે જવા માટે રાજી થઇ ગઈ. પરંતુ તેને શું ખબર હતી કે તે વ્યક્તિ તેનો ફાયદો ઉઠાવી રહ્યો છે. આરોપીએ મહિલાને રાયપુર નાકા ક્ષેત્રમાં પોતાના બનેવીના મકાનમાં રાખી હતી.

અને એટલું જ નહિ, તે વ્યક્તિ મહિલા સાથે શારીરિક સંબંધ પણ બનાવતો હતો, અને બીજું તો ઠીક તે તેની સાથે બે મહિના સુધી રહ્યો અને પછી એ મહિલાને છોડીને ત્યાંથી જતો રહ્યો. મહિલાએ તેની સાથે રહેવા ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ આરોપીએ એની સાથે લગ્ન કરવાની સ્પષ્ટ ના કહી દીધી.

પછી પીડિત મહિલાએ આરોપી શિવદયાલ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી. એવું થયા પછી આ મહિલાની ફરિયાદ પર પદ્મનાભપુર પોલીસ ચોકીમાં દુષ્કર્મનો કેસ દાખલ થયો. ત્યારબાદ આરોપી અરસનારા નિવાસી શિવદયાલ યાદવની ધરપકડ કરી લેવામાં આવી. તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો જ્યાં કાયદાકીય રિમાંડ ઉપર તેને જેલમાં મોલકી દેવામાં આવ્યો.

આ બધું થયા પછી એ મહિલાનું કહેવું છે કે, તેણે એ છોકરાને કારણે જ પોતાનું સાસરું છોડી દીધું છે, અને તે ત્યાં ફરી વખત જઈ નથી શકતી. એટલું જ નહિ આ ઘટના પછી તેણે પોતાના સંબંધિઓ સાથે સંપર્ક કર્યો, પરંતુ તેની મદદ માટે કોઈ તૈયાર ન થયું. અને મહિલાએ પોતાની સાથે થયેલ દગાની ફરિયાદ મોડેથી કરવાને કારણે, એણે જ્યાં ત્યાં ભટકવું પડયું હતું એવું પણ જણાવ્યું છે.

ઘણું બધું દુઃખ સહન કર્યા પછી તેણે પોલીસની મદદ લીધી અને તે છોકરાની ધરપકડ કરાવી, જેથી તે આગળ જઈને બીજાનું જીવન બરબાદ ન કરી શકે. પણ બીજા આવા સમાચાર આપણને હંમેશા સમાચાર પત્રોમાં વાંચવા મળી જ જાય છે.