50 વર્ષ પછીની સ્ત્રી માટે જીવન જીવવાની જડીબુટ્ટી.
1) સહુથી પહેલાં તમારા શરીરને આરામ આપો.
2) બહુ ભાગદોડભરી જિંદગી જીવીને પરિવારને સમય આપ્યો. હવે તમારા પતિ અને ભગવાનને જ સમય આપો.
3) કામ તમારાથી થાય તો જ કરો નહીંતર 500 રૂપિયા કામવાળી બાઈને આપી એની પાસે કરાવી લો કારણ કે આવા 500 રૂપિયા કેટલાય પરિવાર બીજા સભ્યો વાપરી દે છે તો તમારે લોભ કરવાની જરૂર નથી. કામવાળી બાઈને આપતા શીખો કારણ કે શરીર તંદુરસ્ત હશે તો જ બધું સુખ શાંતિથી માણી શકશો.
4) તમારા મ-રી-ગ-યા પછી કશું જ અટકવાનું નથી તો પરિવારની ચિંતા અને પૈસાનો લોભ મૂકી જીવતા શીખી જાઓ.
5) સહુથી અગત્યની બાબત કે પોતાની તંદુરસ્તી જાળવી રાખવા માટે પૈસા વાપરતા શીખો. ખાલી ખાવાથી જ તંદુરસ્તી નથી આવી જતી, એનાથી વજન પણ વધે અને રોગોને નિમંત્રણ પણ આપો છો એ યાદ રાખો.
6) ઘરનું કામ કરવાની હાય મૂકી દો. તમારા મ-રી-ગ-યા પછી વહુ કામવાળી બાઈ પાસે કામ કરાવી જ લેશે તો તમે કોની રાહ જુઓ છો? તમે પણ કામવાળી પાસે જીવતે જીવ કામ કરાવીને વહુની નજરમાં ઊંચા થતાં શિખો.
7) ભગવાનને ખાસ સમય આપો કારણ કે ક્યારે તેડાં આવશે એ ખબર નથી. પુણ્યનાં કામ કરો, ઇષ્ટ દેવની ભક્તિ કરો અને ભગવત ગીતાના પાઠ કરી જીવનને મોક્ષ તરફ જાતે લઈ જતા શીખો.
(લેખનની માહિતી નથી, સોર્સ વોટ્સએપ.)