આ ભૂલોના કારણે ડિલીવરી પછી વધી જાય છે મહિલાઓનું વજન, જાણો તમારે કઈ ભૂલ ન કરવી જોઈએ.

0
2900

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. એ વાત તમે સારી રીતે જાણતા હશો કે, માં બનવું તે દરેકના નસીબમાં નથી હોતું. અને જે પણ મહિલા આ ખુશીનો અનુભવ કરે છે, તે ઘણી જ ભાગ્યશાળી હોય છે. તેમજ દરેક મહિલા જયારે ગર્ભવતી હોય છે ત્યારે એણે ઘણી બધી સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. અને તમે નોંધ્યું હશે કે પ્રેગ્નેન્સી પછી મોટાભાગે દરેક મહિલાઓમાં વજન વધવા જેવી સમસ્યા આવે છે.

મિત્રો ગર્ભાવસ્થા દરમ્યાન મહિલાના શરીરમાં ઘણા પ્રકારના પરિવર્તન થતા હોય છે. અને બાળકને જન્મ આપવો એ કોઈ સહેલી વાત નથી. આ દરમ્યાન શરીરની પાચન ક્રિયા ઘણી રીતે પ્રભાવિત થાય છે. અને આ સમય દરમ્યાન શરીરને યોગ્ય શેપમાં બનાવી રાખવું મહિલાઓની મુખ્ય ચિંતા હોય છે. કારણ કે આ સમયે પાચન અને લાઈફસ્ટાઈલ બંનેમાં એટલા બદલાવ થઈ જાય છે કે, મોટાભાગની મહિલાઓ પ્રેગ્નેન્સી પછી જાડી થઈ જાય છે.

જણાવી દઈએ કે સ્ત્રીની ગર્ભાવસ્થામાં એનું વજન કેટલું વધવું જોઈએ, તે એ વાત પર નિર્ભર કરશે કે ગર્ભવતી થતા પહેલા તમારું વજન કેટલું હતું, કે પછી તમારી બોડી માસ ઈન્ડેક્સ કેટલી હતી.

અને એ વાતમાં પણ કોઈ શંકા નથી કે, હંમેશા ડિલીવરી પછી મહિલાઓનું વજન વધુ પડતું વધી જાય છે. અને એ વધેલું વજન ઘણી બધી મહેનત કર્યા પછી પણ ઓછું નથી થતું. પ્રેગ્નેન્સી પછી પોતાનું વજન ઓછું કરવું એ મહિલાઓ માટે ઘણું મુશ્કેલ કામ હોય છે. કારણ કે પ્રેગ્નેન્સી પછી શરીરને રિકવર થવા માટે થોડો સમય લાગે છે, અને બીજું એ સમયે મહિલાઓ વ્યાયામ પર ધ્યાન નથી આપી શકતી.

બાળકના જન્મ પછી એ મહિલા બાળકને દૂધ પણ પીવડાવે છે, જેથી એમને ભૂખ પણ વધારે લાગે છે. ડીલીવરી પછી મહિલાઓનું વજન એટલા માટે વધે છે, કારણ કે એ લોકો અજાણતામાં થોડી એવી ભૂલ કરે છે, જે ને લીધે એમનું વજન બમણું થઈ જાય છે. આજે અમે તમને એ ભૂલો વિષે જણાવવા જઈ રહ્યા છીએ. તો આવો જાણીએ કે એ કઈ ભૂલો છે.

જણાવી દઈએ કે સૌથી પહેલી ભૂલ તો મોટાભાગની મહિલાઓ એ કરે છે, કે જો એનું બાળક ખાવાનું છોડી દે કે પછી ખાવાનું નહીં ખાય તો કંઈ પણ વધેલું ખાવાનું માં પોતે ખાય લે છે જેથી તે બગડે નહીં. પણ તમે એવું જરાપણ કરશો નહીં.

એવું એટલા માટે કેમ કે તમે રોજ પોતાનો ડાયટ તો લો જ છો. અને એ પછી પણ તમે બાળક માટે જે પૌષ્ટિક આહાર બનાવવામાં આવે છે, જે બાળકનું વજન વધારવા માટે હોય છે તે પણ ખાવ છો. હવે બાળકે બચાવેલું તમે ખાસો, અને શારીરિક શ્રમ ઓછો કરશો તો તમારું વજન ઝડપથી વધશે. આ ભલે સાંભળવામાં અજીબ લાગે પણ એવું ઘણા બધા ઘરોમાં થાય છે.

એક વાત સાચી છે કે ડિલીવરી થયા પછી તમે તરત એક્સરસાઈઝ નથી કરી શકતા. પણ તમે પોતાનું પેટ જરૂર કપડાથી બાંધી શકો છો. એવું કરવાથી તમારું એક્સ્ટ્રા પેટ નીકળશે નહીં. તમે ઈચ્છો તો એના માટે આજકાલ બજારમાં ઘણા પ્રકારના બેલ્ટ પણ મળે છે તે વાપરી શકો છો. એ તમારી મદદ કરી શકે છે.

તેમજ એ વાત પણ ઘણે અંશે સાચી છે કે, ડિલીવરી પછી કોઈ મહિલા પગપાળા ચાલવા નથી માંગતી. પરંતુ જણાવી દઈએ કે એવું કરવાથી તમારા શરીરની ચરબી વધવા લાગશે. તેમજ જો તમે રોજ ચાલવાનું રાખશો તો તમારા શરીરની ચરબી ઓછી થશે. તો તમે આ વાતોનું ધ્યાન રાખીને વજન વધતા રોકી શકો છો.