વિશ્વની સૌથી સુંદર છોકરી પોતાની સુંદરતાને કારણે જ વૈશ્યા બની ગઈ, આખા શહેરનું થતું હતું મનોરંજન

0
6497

ઈતિહાસ જેટલો રોચક છે એટલો જ દુઃખી કરનારો પણ છે. અને આપણે ઈતિહાસના પાનાં ખોલીને જોઈએ, તો આપણને એમાં એવી ઘણી બધી વાર્તાઓ અને ઘટનાઓ વિષે જાણવા મળે છે કે, જે જાણીને ઘણી નવાઈ લાગે છે. ખાસ કરીને ઈતિહાસની વાર્તાઓ અને ઘટનાઓ આજે પણ ઘણી જ ફેમસ છે. અને આ વાર્તાઓ સાંભળવા અને વાંચવામાં ઘણી રસપ્રદ લાગે છે. તેમજ ઇતિહાસના વાર્તાઓમાં આપણે ઓતપ્રોત થઇ જઈએ છીએ, કેમ કે એ વાર્તાઓ એટલી વસ્તુનિષ્ઠ અને વાસ્તવિક હોય છે, કે આ વાર્તાઓ બધાને ગમી જાય છે.

અને આજે અમે તમને ઈતિહાસની એક એવી અતિસુંદર મહિલા વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિષે તમે કદાચ જ તમે વાચ્યું કે સાંભળ્યું હશે. અમે વાત કરી રહ્યા છીએ ઈતિહાસની સૌથી અતિસુંદર મહિલા આમ્રપાલી વિષે જે હકીકતમાં ઘણી જ સુંદર હતી.

જાણકારી માટે જણાવી દઈએ કે આમ્રપાલીને ઈતિહાસની સૌથી સુંદર મહિલા ગણવામાં આવે છે. એના વિષે એવુ કહેવામાં આવે છે કે તેમના જેટલી સુંદર બીજી કોઈ મહિલા ન હતી. પણ આમ્રપાલીના માતા પિતા બાળપણમાં જ તેને એક ઝાડ નીચે મુકીને ક્યાંક બીજે જતા રહ્યા હતા. આથી જેમણે એને ત્યાંથી લઈને ઉછેરી એમણે તે બાળકીનું નામ આમ્રપાલી રાખ્યું હતું. આમ્રપાલી પોતાની યુવાનીના સમયમાં એટલી સુંદર થઇ કે એની સુંદરતાથી બધા લોકો ઘાયલ થઇ ગયા.

અને એની એ જ સુંદરતા એના માટે અભિશાપ બની ગઈ. એની સુંદરતા એના જીવનની સૌથી મોટી શત્રુ સાબિત થઇ. આમ્રપાલી જયારે પોતાની પૂર્ણ યુવા અવસ્થામાં આવી તો તે ઘણી સુંદર લાગવા લાગી, અને તેવામાં તે વિસ્તારના દરેક પુરુષ તેની સાથે લગ્ન કરી પોતાની બનાવવા માંગતા હતા. આમ્રપાલીની સુંદરતાની ચર્ચા દરેક જગ્યાએ થવા લાગી અને આમ્રપાલીના માતા પિતાની સમસ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી હતી. કારણ કે દરેક તેમની દીકરી ઉપર ખરાબ દ્રષ્ટિ રાખીને બેઠા હતા.

આ પરિસ્થિતિને કારણે તેના માતા પિતાને એ વાતનો અણસાર લાગી ગયો હતો, કે તે આમ્રપાલીના લગ્ન ભલે કોઈની પણ સાથે કરાવે, પણ બધા લોકો તેના જીવના દુશ્મન જ બની જશે. આવા પ્રકારની ગંભીર સમસ્યાનું સમાધાન કાઢવા માટે એક દિવસ વૈશાલીમાં સભાનું આયોજન કરવામાં આવ્યું.

અને એ સભામાં તમામ પ્રયત્ન કરવા છતાં પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ ન નીકળ્યો. અને પછી છેવટે બધાની સહમતીથી આમ્રપાલીને વૈશાલીની વૈશ્યા જાહેર કરી દેવામાં આવી. ખાસ કરીને આમ્રપાલીને વૈશ્યા જાહેર કરવા સિવાય એમની પાસે કોઈ વિકલ્પ ન હતો. અને એ નિર્ણયથી જ લોકોમાં આમ્રપાલીને લઈને ઉભી થયેલી દુશ્મનીને દુર કરી શકાય તેમ હતું.

અને આવી રીતે ખરાબ ભાગ્યની સ્વામીની એવી અતિસુંદર છોકરી આમ્રપાલી, પોતાની ઈચ્છા ન હોવા છતાં પણ વૈશ્યા બની ગઈ. મજબુરીમાં એણે ઘણા વર્ષો સુધી વૈશાલીના લોકોનું મનોરંજન પૂરું પાડયું અને ઉંમર વધવાથી સાથે તે વૈશ્યાવૃત્તિથી કંટાળી તેણે બધું જ ત્યજી દેવાનો નિર્ણય કર્યો, અને અંતે તે એક બૌધ સાધ્વી બની ગઈ.

આ રીતે એક અતિસુંદર છોકરી પોતાના જીવનમાં બધાનું મનોરંજન કરતા કરતા સાધ્વી બની ગઈ. આમ્રપાલીની સુંદરતા એના માટે અભિશાપ બની અને એ સુંદરતાએ જ તેને વૈશ્યા બનવા માટે મજબુર કરી.