દુનિયામાં મળતા 5 સૌથી મોંઘા પાણી, જેને પીવાનું આપણા જેવા સામાન્ય માણસ વિચારી પણ ના શકે

0
6088

‘જળ એજ જીવન છે’ આ વાકય તમે દરેકે તમારા જીવનમાં સાંભળ્યું જ હશે. બાળકો સ્કુલમાં હોય છે ત્યારે જ તેમને આ સ્લોગન શીખવાડવામાં આવે છે. અને જીવનમાં પાણીનું મહત્વ સમજાવવામાં આવે છે. અને આ વાક્ય સાચું પણ છે, કારણ કે માણસ ખાધા વગર ૪ દિવસ જીવતા રહી શકે છે, પણ પાણી વગર એક દિવસ પણ કાઢવો મુશ્કેલ બની જાય છે.

પણ સતત અપડેટ થતા જમાનાની સાથે પાણીએ પણ પોતાના રંગ અને કિંમતમાં ફેરફાર કર્યો છે. હાલમાં જેટલું શુદ્ધ પાણી તમે બજારમાં શોધશો એની એટલી બમણી કિંમત તમારે ચૂકવવી પડશે. એટલે કે આજના સમયમાં તમને કાંઈ પણ મફતમાં નથી મળતું. અને જો મફતમાં મળે છે, તો તે ખાવા કે પીવા યોગ્ય નથી હોતું. આજના આ લેખમાં અમે તમને દુનિયાના ૫ સૌથી મોંઘા પાણી વિષે જણાવીશું, જેને માત્ર પૈસાદાર લોકો જ પચાવી શકે છે. સામાન્ય માણસ પીશે તો નહી પચે કારણ કે તેની કિંમત જ એટલી વધુ છે.

આ છે દુનિયાના ૫ સૌથી મોંઘા પાણી :

૧. એકવા ડી ક્રિસ્ટલો ટ્રીબુટા મોડીગ્લીએની :

આ નામ તમે સરળતાથી વાંચી શક્યા? નહિ ને. આ નામ જ ઘણું અટપટું અને વિચિત્ર છે. હવે તમે જરા વિચારો કે જેનું નામ જ આટલું ભયંકર હોય તો તેની કિંમત કેટલી હશે. જાણકારી માટે જણાવી દઈએ કે આ દુનિયાનું સૌથી મોંઘુ પાણી છે. કારણ કે તેની બોટલ સોનામાંથી બનેલી છે. એક સામાન્ય માણસ તો આ પાણી પીવા વિષે વિચારી પણ નથી શકતો. કેમ કે તેની કિંમત ૪૦ લાખ ૮૦ હજાર રૂપિયા છે. જેને પૈસાદાર લોકો પણ એક વખત પીતા પહેલા વિચારશે.

૨. કોના નીગારી વોટર :

આ યાદીમાં બીજું નામ આવે છે કોના નીગારી વોટરનું. આ પાણી જાપાનમાં તૈયાર કરવામાં આવે છે. અને તેને બનાવનારા લોકોનું કહેવું છે કે આ પાણી તમારું વજન ઓછું કરે છે. જાણકારી માટે જણાવી દઈએ કે આ પાણીને દરિયા માંથી કાઢીને તેમાંથી મીઠાનું પ્રમાણ દુર કરીને તૈયાર કરવામાં આવે છે.

મિત્રો એની એક બોટલની કિંમત ૨૬ હજાર રૂપિયા છે. આ પાણીની એક બોટલની કિંમત જેટલા નાણાં એક સામાન્ય વ્યક્તિ મહિના આખાની મહેનત પછી પણ નથી કમાઈ શકતા. પણ ઘણા એવા મોટા માણસો છે જે તે રોજ પીવે છે.

૩. ફીલીકો :

જેવું કે તમે જોઈ શકો છો કે ફીલીકોની બોટલનો આકાર એક શતરંજની આકૃતિઓ જેવો બનાવવામાં આવ્યો છે. એની સુંદરતા તમને જરૂરથી આકર્ષિત કરી શકે છે. તમે પણ આ પાણીની બોટલનો આકાર જોયા પછી તેને એક વખત જરૂર ખરીદવા માંગશો. પણ જણાવી દઈએ કે આ બોટલની કિંમત ૧૪,૧૨૮ રૂપિયા છે. જેને ૫૦,૦૦૦ની કમાણી કરવા વાળા માણસ એક વખત તો ખરીદી જ શકે છે. આ બોટલની સુંદરતા ખરેખર ખુબ જ સુંદર અને અદ્દભુત છે.

૪. બ્લિંગ એચ ટુ ઓ :

આ યાદીમાં આગળ આવે છે. બ્લિંગ એચ ટુ ઓ. આ પાણીની બોટલની ખાસિયત એ છે કે તેમાં નંગ જડેલા હોય છે. અને તેનું શુદ્ધ પાણી તમને સ્વસ્થ રાખવામાં અસરકારક હોય છે. આ પાણીની ખાસિયત એ પણ છે કે તેની બોટલમાં જે નંગ જડેલા છે જેને લીધે જ લોકો આ બોટલને એક વખત જરૂર ખરીદે છે. આ બોટલને શેમપેનની બોટલની જેમ ખોલવામાં આવે છે.

૫. વિન :

જાણકારી માટે જણાવી દઈએ કે વિન પાણીની શુદ્ધતા જેવી શુદ્ધતા તમને બીજા કોઈપણ પાણી કે કંપનીમાં નહિ મળી શકે. આ પાણીની બોટલને ફીનલેંડ માંથી લાવવામાં આવે છે. એની ખાસિયત એ છે કે આ પાણીને ધરતીનું સૌથી શુદ્ધ પાણી માનવામાં આવે છે, અને તેમાં બીજા પાણી કરતા વધુ તરસ છીપાવવાની ક્ષમતા રહેલી છે. આ બોટલની કિંમત ૧૫,૦૦૦ રૂપિયા છે.

તો વિશ્વના બજારમાં તમને આટલા મોંઘા મોંઘા પાણી પણ જોવા મળે છે. આની ખરીદવાનું તો છોડો આપણે એના વિષે જાણીને જ ખુશ રહેવામાં ભલાઈ છે.