આ દેશ થયો કુંવારી છોકરીઓથી પરેશાન, અહી બે પત્ની રાખવા વાળાને સરકાર આપે છે ઇનામ

0
1441

આપણો ભારત દેશ એક એવો દેશ છે જ્યાં બે પત્નીઓ રાખવી અપરાધ માનવામાં આવે છે. પણ આ દુનિયામાં એક એવો દેશ પણ છે, જ્યાં બે પત્નીઓ રાખવા પર ત્યાંની સરકાર ઇનામ આપવાની ઘોષણા કરી રહી છે. હા, દુનિયામાં ઘણા દેશ એવા પણ છે જ્યાં એવા લગ્નને પ્રોત્સાહિત કરવામાં આવે છે. અમે જે દેશની વાત કરી રહ્યા છીએ એ દુનિયાનો અમીર દેશ છે, જ્યાં તેલનો ભંડાર છે. તમે બરાબર સમજ્યા. અમે સંયુક્ત આરબ અમીરાત જેને લોકો ‘યુએઈ’ના નામથી પણ ઓળખે છે એની વાત કરી રહ્યા છીએ. ત્યાંની જ સરકારે બે પત્ની રાખવા વાળા લોકોને મકાન આપવાની ઘોષણા કરી છે. સાથે બીજા ઇનામો પણ આપવાના છે.

બધા ધર્મોમાં ત્યાં સુધી કે કાર્ટમાં પણ બીજા લગ્ન જ કરવા, દગો ન આપવો અને બીજી સ્ત્રી તરફ જોવાનું નહિ તેવું વચન લેવામાં આવે છે. પરંતુ તમે વિચારસો કે એક મુસ્લિમ દેશ એમની પ્રજાને બે લગ્ન કરવાની સલાહ આપી રહ્યું છે. અને મુસ્લિમ ઘર્મમાં 4 લગ્ન કરવા માન્ય છે.

અહી વધી રહી છે કુંવારી છોકરીઓની સંખ્યા :

ત્યાંના સ્થાનીય મીડિયા અને ખલીજ ટાઈમ્સના જણાવ્યા મુજબ યુએઈમાં છેલ્લા કેટલાક વર્ષોમાં છોકરીઓની સંખ્યામાં ખુબ વધારો થયો છે. એવામાં છોકરાઓની સંખ્યા ઓછી થઇ ગઈ છે. એટલે કે અવિવાહિત છોકરીઓની સંખ્યા વધી ગઈ છે. આને જોતા સરકારે અપીલ કરી છે કે તમે બે લગ્ન પણ કરી શકો છો. જેનાથી કુંવારી છોકરીઓનું ઘર વસે. આના માટે સરકારે એક સ્કીમ પણ રાખેલી છે. યુએઈના વિકાસ મંત્રી ડો. અબુલ્લાં બેલહૈફ અલ નૂઈમીએ ફેડલ નેશનલ કાઉન્સિલ (FNC) ના એક પ્રોગ્રામમાં આ વાતની ઘોષણા કરી.

ઘર વસાવવામાં પણ સરકાર કરશે મદદ :

ત્યાંના મંત્રીએ સ્કિમની સૂચના આપતા જણાવ્યું કે, તેમના મંત્રાલયે આ નિર્ણય લીધો છે. એ મુજબ જે પણ વ્યક્તિ બે પત્ની રાખશે, તેને શેખ જાયદ હાઉસિંગ કાર્યક્રમ મુજબ મકાન ભથ્થું આપવામાં આવશે. જે તે હકીકતમાં બીજી પત્ની માટે હશે. એટલે આ એક પત્ની વાળા પરિવારને પહેલાથી મળી રહ્યા ભથ્થા કરતા વધારે હશે. બીજા લગ્ન કરવા પર ડબલ ફાયદો થશે. મંત્રીએ આગળ જણાવ્યું કે બીજી પત્નીને પણ પહેલી પત્નીની જેમ જ દરજ્જો આપવામાં આવશે.

બીજી પત્નીને પણ પહેલી જેવી માન્યતા :

ત્યાંના મંત્રીના જણાવ્યા અનુસાર, ‘બીજી પત્નીને પણ તેજ પ્રમાણે રહેવાની વ્યવસ્થા હોવી જોઈએ, જેવી પહેલી પત્ની માટે હોય છે.’ તેમણે આગળ જણાવ્યું કે મકાન ભથ્થું આપવાથી લોકો બીજા લગ્ન કરવા માટે પ્રોત્સાહિત થશે, અને UAE માં અવિવાહિત છોકરીઓની સંખ્યા ઓછી થઇ જશે. મંત્રાલય એવું ઈચ્છે છે કે બીજી પત્નીને પણ પહેલી પત્નીની જેમ રહેવા માટે મકાન મળે.

મિત્રો યુએઈમાં કુંવારી છોકરીઓની સંખ્યા વધી રહી હોવાને કારણે એફએનસીના સભ્ય ચિંતાતુર રહેતા હતા. એમાંથી કેટલાક સભ્યોનું કહેવું હતું કે લોકોના બીજા લગ્ન ન કરવાથી દેશ પર દેવાનો ભાર વધી જશે. જોકે આ સમસ્યાની નિવારણ કરવા તે લોકો ભારત ચીન જેવા દેશોનાં નાગરિકોને ત્યાં નાગરિકતા અને થોડી છૂટ આપે તો અમારા યુવાનો પણ હસી ખુશી એક લગ્નમાં જ ત્યાં કોઈ સરકારી મદદ લીધા વિના રહેવા તૈયાર થઈ જાય.