જો તમારા પણ એકથી વધુ બેંક એકાઉન્ટ છે, તો અત્યંત કામના છે આ સમાચાર જાણી લો નહિ તો….

0
5375

આજના જમાનામાં બેંકમાં એકાઉન્ટ હોવું ઘણું જરૂરી છે. અને આજના સમયમાં મોટાભાગના લોકો એવા પણ છે જે પોતાના બે અથવા એનાથી વધુ બેંક એકાઉન્ટ રાખે છે. અમુક લોકો માટે તે જરૂરિયાત પણ છે, તો અમુક લોકો તો વગર જરૂરિયાતે પણ એકથી વધુ બેંક એકાઉન્ટ ખોલાવીને રાખે છે. ખરેખર જો કોઈ કારોબાર છે અને પૈસાની લેવડ દેવડ રોજ વધારે છે તો બરાબર છે કે તમે 2 થી વધુ બેંક એકાઉન્ટ રાખે.

તેમજ ઘણા લોકો સેલેરી એકાઉન્ટ ઉપરાંત સેવિંગ એકાઉન્ટ ખોલાવી લે છે. ખરેખર લોકો 2 કે 2 થી વધુ બેંક એકાઉન્ટ તો ખોલાવી શકે છે, પણ તેને મેન્ટેન નથી કરી શકતા. તે તેના ફાયદા કે નુકશાન વિશે નથી વિચારતા. જુદા જુદા એકાઉન્ટમાં જમા પૈસા ઉપર તમારે મોટું નુકશાન પણ ઉઠાવવું પડી શકે છે. આજે અમે વધારે બેંક એકાઉન્ટ સાથે જોડાયેલી માહિતી વિષે જણાવીશું.

સારી આવક મેળવવામાં રહી જશો પાછળ :

બે કે એથી વધુ બેંકોમાં એકાઉન્ટ હોવાથી તમને મોટું નુકશાન થઇ શકે છે, જેના વિષે તમને કદાચ ખબર જ નહિ હોય. હકીકતમાં તમારે તમારા દરેક એકાઉન્ટને મેન્ટેન રાખવા માટે તેમાં એક નક્કી રકમ જમા રાખવી જ પડે છે. એટલે કે બેંકમાં વધારે એકાઉન્ટ હોવાથી તમારી મોટી રકમ તો બેંકમાં જ ફસાઈ જાય છે. તે રકમ ઉપર તમે વધુમાં વધુ 5 થી 6 ટકા વર્ષનું રીટર્ન મળે છે.

આ થઇ શકે છે નુકશાન :

તમને જણાવી દઈએ કે મોટાભાગની બેંકમાં સેવિંગ એકાઉન્ટમાં ઓછામાં ઓછું બેલેન્સ રાખવાનો નિયમ હોય છે. જો તમે તેમ નથી કરી શકતા તો બેંક તેમાંથી પેનલ્ટી વસુલ કરી લે છે. તમારા એકાઉન્ટ ઉપર પ્રતિબંધ પણ લાગી શકે છે. એટલે કે ઘણી બેંકોમાં ઓછામાં ઓછા બેલેન્સની મર્યાદા વધુમાં વધુ ૧૦,૦૦૦ રૂપિયા છે. જો તમારી પાસે બેથી વધુ એકાઉન્ટ છે તો તમારું ટેન્શન વધી શકે છે.

વધુ બેંક એકાઉન્ટના ફાયદા :

વધારે બેંક એકાઉન્ટ રાખવાના થોડા ફાયદા પણ છે જે તમને જણાવી દઈએ. કોઈ પણ બેંક દ્વારા એટીએમથી માત્ર 5 ટ્રાન્જેકશન લીમીટ નક્કી કરી દીધા પછી. જો વધુ એકાઉન્ટ હોય તો વધુ ફ્રી ટ્રાન્જેકશનની સુવિધા મળી જાય છે. જો બે બેંકમાં એકાઉન્ટ છે તો એટીએમથી 10 ફ્રી ટ્રાન્જેકશન કરી શકો છો. કોઈ એક બેંકનું નેટવર્ક ફેલ હોય તો બીજી બેંકના એટીએમ કે ઓનલાઈન બેંકિંગનો ઉપયોગ કરી શકો છો.

મેનેજ કરવાની રીત :

મિત્રો જો તમારા 2 થી વધુ બેંક એકાઉન્ટ છે, તો તમે તેમાંથી જેનો ઉપયોગ નથી કરી રહ્યા તે બંધ કરાવી દો. વધુ બેંક એકાઉન્ટને મેનેજ કરવા માટે એક એન્ટ્રી સીસ્ટમ તૈયાર કરો. તેનાથી તમે બધા એકાઉન્ટ સાથે જોડાયેલી માહિતીને લખીને યોગ્ય રીતે સેવ કરો. તમે જે એકાઉન્ટનો ઉપયોગ જે કામ માટે કરો છો, તેની એક યાદી બનાવી લો. બધા એકાઉન્ટને ક્યારેય પણ મિક્સ ન કરો. જો તમે આમ કરો છો તો વધુ બેંક એકાઉન્ટનું મેનેજ સારી રીતે થઇ શકે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.